રામ મંદિરોમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળે હતી. આજે ગોધરા ખાતે પણ રામ નવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરમાં આવેલા રામજીમંદિર ખાતે વિશેષ પૂજા અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા હિન્દુ સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં વિહીપ તેમજ બજરંગદળના કાર્યકરો પણ જોડાયા હતા.
યાત્રા રામજી મંદિરથી નીકળી ગોધરા શહેરના વિવિધ માર્ગો પર ફરી પરત રામજી મંદિર ખાતે આવી પહોંચી હતી. ઢોલ નગારા તેમજ ડીજેના તાલે રામ ભક્તોએ ગોધરા શહેરને જય શ્રી રામના નારા સાથે ગુંજવ્યું હતું. પરંતુ રામના નામે વોટ માગનાર કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓની હાજરી ન હતી.