ગોધરા શહેરએ વીજચોરી મામલે સંવેદનશીલ ગણવામાં આવે છે, ત્યારે ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં વારંવાર વીજચોરીની અનેક ફરિયાદો ઉઠતી હોય છે, જેને લઇને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે,ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ગોધરા વર્તુળ કચેરી વીજ કંપનીની વિજિલન્સ ટીમ દ્વારા જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં મધ્ય ગુજરાત,પશ્ચિમ ગુજરાત,પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની 45 જેટલી ટીમો દ્વારા ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તાર,હિલપાર્ક સોસાયટી,લીલેશરા,અંજુમન સોસાયટી અને સફારી પાર્ક સોસાયટી જેવા વિસ્તારોમાં મોટા પાયે વીજ મીટર ચેકીંગ હાથ ધર્યું હતું,જેમાં ટીમો દ્વારા 772 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા,તો વીજ ચેકીંગ ને અંતે 45 જેટલા કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી હતી, આ કનેક્શનની આકારણી કરતા11લાખ જેટલી માતબર રકમની વીજ ચોરી સામે આવી છે.
આમ ગોધરા શહેરમાં એક દિવસના અંતે 11 લાખ જેટલી મસમોટી વીજચોરી સામે આવી છે,ત્યારે વીજ કંપની દ્વારા આ જ પ્રકારે અન્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ ચાલુ જ રાખવામાં હોવાનું અધિક્ષક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું.