ગોધરાઃ અચાનક પડેલી જેલ રેડ પછી સતત અધિકારીઓ જેલમાં તપાસ કરી રહ્યા છે. ફરી એક વખત ગોધરા સબજેલમાં તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન 9 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. એક બાજુ સુરક્ષાને લઇને પણ સવાલ થઇ રહ્યા છે. સળિયા પાછળથી પણ ક્રાઇમ થઇ રહ્યો હોય તો તે પણ કહેવું ખોટું નથી. આ બનાવ સંદર્ભે ગોધરા સબજેલ ના ઇન્ચાર્જ જેલરે જણાવ્યું હતું કે, ગત તારીખ 20 એપ્રિલ ના રોજ કેટલાક જેલના કેદીઓનો વિડિયો વાયરલ થયો છે. તેવી બાતમી મળી હતી. જેથી તાત્કાલિક જેલની સ્કોડ તેમજ ફરજ પરના સ્ટાફ તેમજ પંચમહાલ જિલ્લાના એલસીબી, એસઓજી ,તેમજ જિલ્લા પેરોલ ફર્લો ના અધિકારી તથા સંયુક્ત કર્મચારીઓની ટીમ રાત્રે 10 થી 1 કલાક દરમિયાન બેરેકની તેમજ બેરેકના તમામ કેદીઓને તપાસ કરવામાં આવી હતી.
તપાસ કરી: જેલના બારી બારણા તથા સંડાસ બાથરૂમ વગેરેની તપાસ કરી હતી. જેમાં બેરેક નં.6 ના કાચા કામના કેદી ઈશાક બિલાલ બદામ એકદમ ઉશ્કેરાઈ જઈને આવેશમાં આવી અને તેની પાસે રહેલ સીમ સહિતનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જમીન ઉપર પટકી ને તોડી પાડ્યો હતો. બીજા કાચા કામના કેદી ખાલીદ બિરાદર સફી ઝભા પાસે તપાસ કરતા તેની પાસે કાળા કલરનો નો મોબાઇલ ફોન વગરની બેટરી સહિતની વસ્તુઓ મળી આવી હતી. જ્યારે મિત પરેશકુમાર ભટ્ટ પાસે એક સીમ વગરના કાળા કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા તપાસ દરમિયાન બેરેક ન.44 ની તપાસ હાથ ધરતા તેમાંથી બિનવારસી કંપનીના મોબાઈલ ફોન અને સેમ્સેગ કંપની કાળા કલરનો મોબાઈલ મળ્યો હતો.
આ પણ વાંચો ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ખેલકુદ મહોત્સવની થઈ શરૂઆત
તૂટેલી હાલતમાં મળ્યો: જ્યારે એક મોબાઇલ કચરાના ડબ્બામાંથી તૂટેલી હાલતમાં મળ્યો હતો. એક ફોન પ્લાસ્ટિકની થેલીમાં લપેટાઇ હાલતમાં સંડાસ માંથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આમ તમામ બેરેકની તપાસ દરમિયાન નવ જેટલા મોબાઈલ ફોન સબ જેલ માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સબ જેલમાંથી મળી આવેલા મોબાઈલ સહિત વસ્તુઓનું એફએસએલ ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જેના દ્વારા વધુ માહિતી બહાર આવી શકે તેમ છે. મોબાઈલ ફોન સબજેલમાં કેવી રીતે ઘુસાડવામાં આવ્યો અને આ મોબાઈલ ફોન ઘુસાડવા માટે જેલ ખાતા ના કોઈ કર્મચારી કે અન્ય કોઈની તો સંડોવણી તો નથી ને? તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.