પંચમહાલ જીલ્લોમાં રહેતો ગ્રામીણ વર્ગ ખેતી ઉપરાંત વૃક્ષોની થતી પેદાશો પર પણ પોતાના જીવન નિર્વાહનો આધાર રાખે છે. પંચમહાલના ગ્રામીણ વિસ્તારમાં છુટાછવાયા એવા મહુડાના વૃક્ષો આવેલા છે. હાલ ચૈત્ર મહીનો ચાલી રહ્યો છે. આ મહીનો મહુડાના વૃક્ષ ઉપર ફુલ બેસવાની સીઝન ગણવામા આવે છે. સવારથી બપોરના ગાળામાં આ ફુલો પડતા હોય છે. અને ગ્રામીણ વર્ગ તેને એક મોટા પાત્રમાં એકત્ર કરે છે. ત્યારબાદ તેને સુકવી દેવામા આવે છે. ત્યારબાદ તેને વહેંચવામા આવે છે.
મહુડાના આ ફુલોનો ભાવ હાલમાં ૫૦૦ રુપિયાના ૨૦ કિલો જેટલો છે. તેના વૃક્ષ ઉપર આવતા બીજમાંથી તેલ તેમજ સાબુ જેવી પેદાશો બનાવમા આવે છે. આમ, મહુડાના આ ફુલો ગ્રામીણો માટે રોજીરોટી માટેનુ સાધન બની રહ્યા છે.