પંચમહાલઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર-ઠેર કેસૂડાના ખરેલા ફૂલોથી ધરતી છવાયેલી છે. ત્યારે આ ફૂલોના વેચાણમાંથી વધારાની આવક ઉભી કરી રહી કાલોલ તાલુકાની મહિલાખેડૂત બહેનોએ એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આત્મા પ્રોજેક્ટ કચેરી અને ખેતીવાડી વિભાગના સહયોગથી કાલોલના નેસડા ગામની મહિલાઓએ વેસ્ટ જતા ફૂલોને એકત્રિત કરી કાલોલ APMC માર્કેટ ખાતે સ્ટોલ લગાવી વેચાણ કર્યુ હતું.
આ વિસ્તારમાં કેસુડાના પ્રાકૃતિક રંગોથી વર્ષોથી ધૂળેટી ઉજવવામાં આવે છે. હાલમાં કેમિકલયુક્ત રંગોથી ધૂળેટી રમવાના કારણે ચામડીની સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે પણ લોકો કેસૂડાના ફૂલોથી અને તેમાંથી બનાવેલા પ્રાકૃતિક રંગોથી હોળી રમવાનું મહત્વ સમજે તે અગત્યનું છે.