ETV Bharat / state

પંચમહાલમાં ખાખરાના વૃક્ષ ઉપર કેસુડાના ફુલો ખીલી ઉઠ્યા

હોળીનો તહેવાર નજીક આવતા ખાખરાના વૃક્ષ ઉપર કેસૂડાના ફુલો ખીલવા માડે છે. જેના કારણે પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઊઠે છે. હાલ બજારમાં મળતા વિવિધ રંગો સાથે એક સમય એવો હતો કે, કેસુડાના ફુલોના રંગ વડે જ હોળી ધુળેટીનો તહેવાર રમાતો હતો. કેસૂડાના ફુલ આર્યુવેદિક દ્રષ્ટિએ પણ શરીર માટે ગૂણકારી છે. પંચમહાલ જીલ્લામાં પણ ખાખરાના વૃક્ષો ઉપર કેસૂડાના ફુલો મહેકી રહ્યા છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 3, 2020, 11:17 PM IST

પંચમહાલ : રંગોનો તહેવાર હોળી નજીક આવતાની સાથે કસુડો ખીલી ઉઠ્યો છે.આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે. કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણવામા આવે છે.જે એન્ટી ઓક્સિજનનૂ કાર્ય કરે છે.જેના પાણીથી સ્નાન કરવાની ચામડીના રોગો દૂર થાય છે.

ખાખરાના વૃક્ષ ઉપર કેસુડાના ફુલો ખીલી ઉઠ્યા

ફાગણ મહિનો આવતા ખાખરાના વૃક્ષ ઉપર ધોમધખતા તાપમાં કેસૂડાના ફુલ ખીલવા માડે છે.કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થયની સાથે પ્રકૃતિની જાળવણી પણ થાય છે.આર્યુવેદિક ડોકટરો પણ બજારમા મળતા કલરફુલ રંગોને બદલે કેસુડાના ફુલથી હોળી ધૂળેટીનો તહેવાર રમવાની હિમાયત કરે છે.પંચમહાલ જીલ્લામાં ખાખરાના વૃક્ષો ઉપર કેસરીયા રંગના કેસૂડા જોવા મળી રહ્યા છે.ખાખરાના વૃક્ષ ઉપર કેસુડાના કેસરી ફુલોથી પ્રકૃતિ ખીલી ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.