ETV Bharat / state

પંચમહાલ: તંત્ર એક્શન મોડમાં, માસ્ક વગર ફરનારાનો કરાશે કોરોના ટેસ્ટ

પંચમહાલમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગોધરા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં કોરોનાની કામગીરીને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેકટ દ્વારા અનેક સુચનો અને આદેશ આપવામાં આવ્યાં છે.

Panchmahal
Panchmahal
author img

By

Published : Nov 21, 2020, 8:05 PM IST

  • પંચમહાલમાં કોરોનાની સેકેન્ડ વેવની સ્થિતિને લઈને તંત્ર એકશનમાં
  • કલેટરની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
  • માસ્ક વગર પકડાયેલાનો કોવિડ ટેસ્ટ થશે

પોરબંદરઃ દિવાળીના તહેવાર બાદ અચાનક કોરોનાના કેસોમા વધારો થતા રાજ્ય સરકાર હરકતમા આવી છે. કોરનાના સંક્રમણને રોકવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ થવા જઈ રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં પણ કુલ કોરોનાની સંખ્યા ૨૯૮૮ સૂધી પહોચી છે. જીલ્લામાં કેસોની સંખ્યા નિયત્રિંત કરી શકાય તે હેતુથી પંચમહાલ કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં કલેક્ટરે કામની કરી સમીક્ષા

જિલ્લા કલેક્ટર અમિતકુમાર અરોરાએ જિલ્લાના કેસો, સારવાર હેઠળના દર્દીઓ, ક્વોરન્ટાઈન વિસ્તારોમાં કામગીરી, એક્ટિવ કન્ટેઇનમેન્ટ ઝોન, કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોટ સ્પોટ, પિંક સ્પોટ, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો અને ઉપયોગ, રેમડીસીવર સહિતની દવાઓ અને કીટના ઉપલબ્ધ જથ્થા સહિતની બાબતોની તલસ્પર્શી વિગતો મેળવી હતી. છેલ્લા કેટલાક દિવસથી નવા કેસોની સંખ્યામાં વધારાને જોતા સેકન્ડ વેવની સ્થિતિમાં સુચારુ આગોતરા આયોજન અંગે માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

પુનઃ ટેસ્ટિંગ કરવા કલેકટરની સુચના

જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીઓને મળી રહેલા કેસોની પેટર્નને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ કેન્દ્રોની શરૂઆત કરવા અને આક્રમકપણે પુનઃ ટેસ્ટિંગ શરૂ કરવા સૂચના આપી હતી. સિવિલ હોસ્પિટલ, તાજપુરા હોસ્પિટલ, વિવિધ સીએચસી, ધનવતરી રથોની ઓપીડીમાં પોઝિટિવિટી વિશેની માહિતી લેતા અસરગ્રસ્ત વિસ્તારમાં ફ્લુકિટનું વિતરણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગોધરા-હાલોલ સહિતના જિલ્લાના શહેરી વિસ્તારોને સંપૂર્ણ રીતે અને અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોને આવરી લે તે પ્રકારે સઘન સર્વેની તૈયારી કરી શરૂ કરવા અરોરાએ નિર્દેશ આપ્યા હતા.

તબીબી અધિકારીઓ બેઠકમાં રહ્યાં હાજર

સર્વેમાં હોટસ્પોટ વિસ્તારો અને લક્ષણો ધરાવતા તેમજ વૃદ્ધ વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન રાખવા પણ તેમને જણાવ્યું હતું. માસ્ક ન પહેરી સંક્રમણનું જોખમ ઉભું કરતા લોકોના સ્થળ પર જ કોવિડ ટેસ્ટ કરવા માટે પણ સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. રાઠોડ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી,તાલૂકા આરોગ્ય અધિકારી સહિતના કોવિડ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2988 પહોચી

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ સંક્રમણના ૨૧ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૯૮૮ થઈ છે. ૧૨ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં 131 સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારના ૧૩ કેસો છે. જે પૈકી ગોધરામાંથી ૦૪, હાલોલમાંથી ૦૬ કેસ અને કાલોલમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૧૭૪ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૦૮ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી ડિસચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૨૭૩૬ છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૩૧ છે, જેમની સારવાર ચાલી રહી છે.:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.