સેવા સહયોગી સંસ્થાઓ દ્વારા સરકારી આરોગ્ય તંત્ર સાથે સંકલન સાધીને તબકકાવાર આ તમામ બાળકોને ગોધરા/વડોદરા ખાતે વિનામૂલ્યે જરૂરી સારવાર મળે અને પીડીત બાળકો વિકલાંગતાથી મુકત રહે એવો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. એસ.કે. નંદા તેમજ રવિભાણ સાહેબ ગુરૂગાદીના ગાદીપતિ દલપતરામ મહારાજ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સહયોગી સંસ્થાઓના પદાધિકારીઓએ તમામ વ્યવસ્થાઓમાં સહયોગ આપ્યો હતો.
નંદાએ લોકોને સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાતી રોગ નિદાન અને સારવાર સેવાઓનો લાભ લેવા અને પોતાનું તથા સંતાનોનું સ્વાસ્થ્ય સાચવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ક્લબફૂટ પીડીત બાળકોની સમયસર સુયોગ્ય સારવાર કરાવવામાં આવે તો વિકલાંગતા શકય તેટલી ટાળી શકાય છે. આ કેમ્પનો લાભ કાલોલ તાલુકાના વિવિધ ગામોમાં લોકોએ લીધો હતો. વાલીઓને કલબફૂટની બિમારી ધરાવતા બાળકોની યથાયોગ્ય કાળજી લેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અવાર-નવાર આ પ્રકારના કાર્યક્રમો યોજવાનો આયોજક સંસ્થાઓએ સંકલ્પ વ્યકત કર્યો હતો.