ETV Bharat / state

ભાજપના અગ્રણીઓએ MLA જેઠા ભરવાડના સમર્થનમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામના કૉંગેસના અગ્રણી રંગીતભાઇ પગી દ્વારા ધારાસભ્ય તેમજ સરકારી અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ કાગળની ચિઠ્ઠી લખીને ગૂમ થવાના મામલે ગતરોજ કોંગેસ દ્રારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે શહેરા તાલુકાના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્રારા જિલ્લા કલેક્ટરને ધારાસભ્યના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય જેઠા ભરવાડ વિરુદ્ધ જે આક્ષેપ કરવામાં આવ્યા તેને પાયા વિહોણા ગણાવ્યા હતા.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 5, 2020, 11:57 PM IST

ગોધરા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં શહેરા તાલુકાના ભાજપના અગ્રણીઓ કાર્યકરોએ જેઠાભરવાડમાં સમર્થનમાં નારા લગાવ્યા હતા, અને કલેકટર અમિત અરોરાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ,શહેરના પોલીસ ઇન્સ્પેકટર, ખાણ ખનીજ વિભાગના અધિકારી, શહેરા મામલતદાર, સામે જે આક્ષેપો કોંગ્રેસના કાર્યકર દ્રારા કરવામાં આવેલ છે.તે ગેરવાજબી છે. જેમાં ગૂમ થયેલ રંગીતભાઈના આક્ષેપોના કારણનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

જેઠાભરવાડના સમર્થનમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

જેમાં રંગીતભાઇ જેઠાભાઇ સામે ચૂંટણી હારેલ હતા.તાલુકામાં જેઠાભાઈ ભરવાડનું સારું પ્રભુત્વ હોય જેથી બદનામ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે. રંગીતભાઇ પગી દ્રારા ગામના ગરીબ આદિવાસીઓ ઉપર હુમલા કર્યો છે.જેની શહેરા પોલીસ મથક ફરિયાદ નોંધાયેલ છે.રંગીતભાઇ પગી દ્રારા ગેરકાયદેસર લિઝો ચાલવામાં આવતી હોવાનો આક્ષેપ,તેમજ તેમની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતી થતી હોવાનો આક્ષેપ પણ કર્યા છે.આવેદનમાં વધું જણાવામાં આવ્યું હતું કે, આવા ખોટા આક્ષેપો કરનારા રંગીતભાઇ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદનમાં જણાવાયું છે. રંગીતભાઇ પગી ગૂમ થયા બાદ શહેરા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. જેને લઈ જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.