ETV Bharat / state

કાલોલ તાલુકાના કરોલી ગ્રામપંચાયત ભ્રષ્ટાચાર મામલે કલેક્ટરને રજૂઆત - Prabhat Singh Chauhan

કાલોલ વિધાન સભાની ચૂંટણી(Assembly elections)ના પડઘમ સંભળાઇ રહ્યા છે, ત્યારે એક બીજા પર આક્ષેપ બાજી શરૂ થઇ ગઇ છે. કાલોલ તાલુકાના કરોલી ગામના કામોને લઇને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. કાલોલ વિધાનસભાની ચૂંટણીને લઈને દાવેદારોની વર્ચસ્વની લડાઇ ચાલું થઇ હોવાની વાતોએ વેગ પકડ્યો છે.

કાલોલ તાલુકાના કરોલી ગ્રામપંચાયત ભ્રષ્ટાચાર મામલો

author img

By

Published : Jun 29, 2021, 2:34 PM IST

  • કાલોલ વિધાન સભા(Assembly elections)ની ચૂંટણીના પડઘમ શરૂ
  • કાલોલ તાલુકાના કરોલી ગામના વિકાસના કામોને લઇને રજૂઆત
  • વિકાસના કામોની ખોટી અરજીઓ દફતરે કરી હોવાની રજૂઆત

પંચમહાલઃ કાલોલમાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે, ત્યારે એક બીજા પર આક્ષેપ બાજી શરૂ થઇ ગઇ છે. કાલોલ તાલુકાના કરોલી ગામમાં રજૂઆત કરવા માટે મામા એટલે કે, માજી ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ બાદ 10 મીનિટ બાદ ભાણેજ એટલે કે માજી જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલસિંહ જાદવ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ જામનગર ખાતે યોજાયેલી સામાન્ય સભામાં મેયર પર આક્ષેપો કરીને નારા લગાવાયા

કાલોલ વિધાનસભાની ચૂંટણીના સંભળાઇ રહ્યા છે પડઘમ

કાલોલ વિધાન સભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે, ત્યારે એક બીજા પર આક્ષેપ બાજી શરૂ થઇ ગઇ છે. કાલોલ તાલુકાના કરોલી ગામના વિકાસના કામોને લઇને માજી સાંસદ સભ્ય તેમજ માવસીંગભાઇ નાયક સહિતના ગામજનો સોમવારના રોજ કરોલી ગામે વિસકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરતી રજૂઆત કરી હતી. બાદમાં 10 મીનિટમાં માજી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગામજનો કોરલી ગામના વિકાસના કામોની ખોટી અરજીઓ દફતરે કરી હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટર કચેરીર કરી હતી.

આ પણ વાંચોઃ બંગાળની ચૂંટણીના પરિણામની અસર UP વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશેઃ યશવંત સિન્હા

કલેક્ટર કચેરીએ રજૂઆત

કાલોલ તાલુકાના કહેવાતા મામા તથા ભાણેજ એક જ ગામની કામોને લઇને કલેક્ટર કચેરીએ રજૂઆત કરતાં કાલોલ વિધાનસભાની ચૂંટણીને લઈને દાવેદારોની વર્ચસ્વની લડાઇ ચાલું થઇ હોવાની વાતોએ વેગ પકડ્યો છે. કાલોલના કરોલી ગામના માંવસીંગભાઇ મંગાભાઇ નાયક તથા માજી સાંસદ સાથે આવેલા ગ્રામજનો અધીક કલેક્ટરને લેખિત રજૂઆત કરી કે, કરોલી ગામના સરપંચ, ડે.સરપંચ, તલાટીમંત્રી, કાલોલ તાલુકા વિકાસ અધીકારી, જિલ્લા પંચાયત માજી પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સાથે મળી એકબીજાના સાથ સહકારથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યા હોવાના રજૂઆત કરી હતી. તમામ જવાબદરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ફરીયાદો કરી હતી.

કોરલીગામના સમસ્ત ગામજનો વતી રજૂઆત

કરોલી ગામના વિસકાના કામોની ભ્રષ્ટાચાર કરતી રજૂઆત કરવા કાલોલ તાલુકાના કહેવાતા મામા માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પણ બાદ કહેવાતા મામાના ભાણેજ માજી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગામજનો કલેક્ટર કચેરી આવી પહોચ્યા હતા. કોરલીગામના સમસ્ત ગામજનો વતી રજૂઆતકરવા આવેલા માજી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે અધીક કલેક્ટરને રજૂઆત કરી હતી કે, કરોલી ગામના વિકાસના કામોમાં ગેરરીતી બાબતની ખોટી અરજીઓ દફતરે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election-2022: કેજરીવાલ મુલાકાતથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધ્યો વ્યાપ

લોકચર્ચાએ જોર પકડ્યું

લોકોને ભરમાવીને આ અરજી કરવાના આવી છે,ત્યારે લેભાગું અને સરકાર વિરોધી માનસિક ધરાવતાં તત્વો કરોલી ગ્રામ પંચાયતના સરપંચ,ડે. સરપંચ તથા તલાટીક મંત્રીને ખોટીરીતે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની લેખિતમાં રજૂઆત કરી હતી, ત્યારે એક બાજુ વિધાસનભાની તૈયારી ચાલુ થઇ છે, ત્યારે હજુ અનેક આવી અરજીઓ આવશે એવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.