ST વિભાગની સૌરાષ્ટ્ર તરફ જતી 15 જેટલી એસટી બસોની ટ્રીપો રોકી દેવામાં આવી છે. હાલોલ વાયા કરીને છોટાઉદેપુર જિલ્લા તરફથી સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસો હાલોલ ખાતે અટકાવી દેવામાં આવી હતી.જેથી મુસાફરોને પરેશાની પડી હતી.પંચમહાલ જિલ્લા ST વિભાગ "વાયુ" વાવાઝોડાને પગલે પંચમહાલ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સલામતીને ધ્યાનમાં લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસોની 15 જેટલી ટ્રીપો રોકી દેવામાં આવી છે.આ ટ્રીપોમાં કચ્છ,જામનગર,સોમનાથ,ગારિયાધાર,તરફ જતી સહિતની એસટી બસોનો સમાવેશ થાય છે. ગોધરા ડીવીઝનના વિભાગીય નિયામક બી.આર,ડીંડોરે ETVBharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે " સાજે 6 વાગ્યા પછી સૌરાષ્ટ્ર તરફ જતી 15 જેટલી બસોની ટ્રીપોને સલામતીને કારણે રોકી દેવામાં આવી છે.અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સૌરાષ્ટ્ર તરફથી આવતી બસો પર વોચ રાખી રહ્યા છે.વિભાગના દરેક ડેપોને એલર્ટ કરવામાં આવ્યા છે,કન્ટ્રોલ રુમ ચાલું કરવામા આવ્યા છે.એસટી નિગમ કોઈ પણ પરિસ્થિતીને પહોચી વળવા સજજ છે.