- પંચમહાલમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા
- કોવિડ હોસ્પિટલમાંથી 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
- કોરોનાના 2784 દર્દીએ કોરોનાને આપી મ્હાત
પંચમહાલઃ જિલ્લામાં આજે કોવિડ-18 સંક્રમણના 27 નવા કેસ આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3108 થઈ છે. 5 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 203 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 19 કેસ મળી આવ્યા છે, જે પૈકી ગોધરામાંથી 12, હાલોલમાંથી 3 કેસ અને કાલોલમાંથી 4 કેસ મળી આવ્યા છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસની સંખ્યા 846 થઈ
શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2262 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 8 કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી 2 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 3, કાલોલ ગ્રામ્યમાંથી 1, શહેરા ગ્રામ્યમાંથી 1 અને મોરવાહડફમાંથી 1 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 846 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 5 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2784 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 203 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.