ETV Bharat / state

પંચમહાલઃ મોરવા હડફ ખાતે 1.28 કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશન બનશે

પંચમહાલ: જિલ્લાના મોરવા હડફ ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સમારોહ રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજવામાં આવ્યું હતું. આ નવીન બસ સ્ટેશન 1.28 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. જેમાં કંટ્રોલરૂમ, પાર્સલ સેવા, કેન્ટિન સહીતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે.

ETV BHARAT PANCH
author img

By

Published : Sep 16, 2019, 6:45 PM IST

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહારના રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોલીસ લાઈનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં શાસ્ત્રોક્ત વિધી સાથે નવીન બસ સ્ટેશનનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલનું મોરવાના અગ્રણી વિક્રમભાઇ ડીંડોરે આદીવાસી પહેરવેશમાં કોટી, કડું અને પાઘડી તેમજ તીર કામઠું પહેરાવીને પરંપરાગત વેશભૂષા સાથે સ્વાગત કર્યું હતું.

પંચમહાલના મોરવા હડફ ખાતે 1.28 કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશન બનશે

આ કાર્યક્રમમાં ઇશ્વરસિંહ પટેલે ઉપસ્થિત જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય પ્રજાને લાભો મળી રહે તે માટે CM વિજય રૂપાણી અને D.CM નીતિન પટેલે છેવાડાના માનવી સુધી પહોંચવા ચિંતિત છે. સોમવારે મોરવા હડફ ખાતે 1.28 કરોડ રૂપિયાના નવીન સ્ટેશનનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. અહીં નવીન બસ સ્ટેશન બનવાથી લોકોને સારી સુવિધા મળી રહેશે. વળી ગુજરાતના અન્ય વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં પણ એરપોર્ટ જેવા અત્યાધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે."

આ સમગ્ર કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર, સાંસદ રતનસિંહ રાઠોડ, ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલસિંહ જાદવ તેમજ જિલ્લા કલેક્ટર અમિત કુમાર અરોરા, ગોધરા એસ.ટી.વિભાગીય નિયામક બી.આર. ડીંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, મોરવા હડફ તાલુકો બન્યા બાદ અહીંના સ્થાનિકો દ્વારા નવું બસ સ્ટેન્ડ બને તેવી માગ વર્ષોથી કરવામાં આવી રહી હતી. હવે માગ પૂરી થતા આ વિસ્તારમાં ખુશીની લાગણી છવાઇ હતી.

Intro:પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે યોજાયો હતો.આ નવીન બસ સ્ટેશન 1.28 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર છે.જેમાં કંટ્રોલરૂમ, પાર્સલ સેવા,કેન્ટિંન સહીતની અદ્યતન સુવિધા ઉપ્લબ્ધ થનાર છે.

Body:પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર ના રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોલીસ લાઈનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં શાસ્ત્રોક્ત વિધી સાથે નવીન બસ સ્ટેશનનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.રાજ્યપ્રધાન ઈશ્વરસિંહપટેલનું ને મોરવા ના અગ્રણી વિક્રમભાઇ ડીંડોરે આદીવાસી પરિવેશની કોટી અને કડુ અને પાઘડી તેમજ તીર કામઠું આપીને પહેરાવી પરમ પરંપરાગત વેશભૂષા સાથે સ્વાગત કર્યું હતું.
ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે" સામાન્ય પ્રજાને લાભો મળી રહે તે માટે CM વિજયભાઈરૂપાણી અને D.CM નીતિનભાઈ પટેલે છેવાડાના માનવી સુધી પહોંચવા ચિંતિત છે .
આજે મોરવા હડફ ખાતે 1.28 કરોડ રૂપિયાના નવીન સ્ટેશનનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે.અહીં નવીન બસ સ્ટેશન બનવાથી લોકોને સારી સુવિધા મળી રહેશે.તો ગુજરાતના અન્ય વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં પણ એરપોર્ટ જેવા અત્યાધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે."

આ સમગ્ર કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર, સાંસદ રતનસિંહ રાઠોડ,ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલસિંહ જાદવ,
તેમજ જિલ્લા કલેક્ટર અમિત કુમાર અરોરા, ગોધરા એસ.ટી. વિભાગીય નિયામક બી.આર.ડીંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે મોરવા હડફ તાલુકો બન્યા બાદ અહીંના સ્થાનિકો દ્વારા નવું બસ સ્ટેન્ડ બને તેવી માંગ વર્ષોથી કરવામાં આવી રહી હતી. હવે માંગ પૂરી થતા અહીં આ વિસ્તારમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

બાઇટ:- ઈશ્વરસિંહ પટેલ (રાજ્યકક્ષાના પ્રધાન)

સ્ટોરી ડે પ્લાન પાસ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.