ETV Bharat / state

પંચમહાલના ઘોઘંબામાં દીપડાનો આતંક યથાવત, એક્સપર્ટ લાગ્યા કામે - પંચમહાલમાં દીપડાનો આંતક

ઘોઘંબા તાલુકામાં અગીયાર દિવસથી સ્થાનિકો અને વન વિભાગની ઉંઘ હરામ કરી દેનારો આદમખોર દીપડો હજી પાંજરે પુરાયો નથી. બીજી તરફ શનિવારની મોડી સાંજે દીપડાએ તરીયાવેરી ગામમાં ઘર આંગણે સ્નાન કરવાની તૈયારી કરતાં યુવક ઉપર દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.

Panchmahal News
પંચમહાલના ઘોઘંબામાં દીપડાનો આતંક યથાવત
author img

By

Published : Dec 21, 2020, 12:27 PM IST

  • ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક યથાવત
  • છેલ્લા એક સપ્તાહથી વધુ દિવસોથી કરી રહ્યો છે હુમલો
  • પશુ તેમજ માનવ પર કર્યા હુમલા
  • એક્સપર્ટની ટીમ બોલવામાં આવી

પંચમહાલઃ ઘોઘંબા તાલુકામાં અગીયાર દિવસથી સ્થાનિકો અને વન વિભાગની ઉંઘ હરામ કરી દેનારો આદમખોર દીપડો હજી પાંજરે પુરાયો નથી. બીજી તરફ શનિવારની મોડી સાંજે દીપડાએ તરીયાવેરી ગામમાં ઘર આંગણે સ્નાન કરવાની તૈયારી કરતાં યુવક ઉપર દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકની સતર્કતા અને સ્થાનિકોની બુમરાણને પગલે દીપડો ભાગી છૂટ્યો હતો અને યુવક ઈજાનો ભોગ બનતા સદ નસીબે બચી ગયો હતો.

માનવભક્ષી દીપડો છ વર્ષની ઉંમર અને નર હોવાનું જાણવાં મળ્યું

વન વિભાગની ઘનિષ્ઠ તપાસ દરમિયાન પાંચ જેટલા ગામોમાં માનવ અને પશુઓ ઉપર હુમલો કરનારો દીપડો એક જ હોવાનું તેમજ છ વર્ષની ઉંમર ધરાવતો નર દીપડો હોવાનું દીપડાના વિવિધ સ્થળેથી મળી આવેલા પગલાના નિશાન ઉપરથી જણાય આવ્યું હતું.

ખેડૂતો ડરના મર્યા નથી જઈ રહ્યા ખેતરે

દીપડાના ડરે હાલ ખેડૂતો પોતાના ખેતરે પણ જઈ શકતા નથી. આ સાથે સાથે ભૂંડ રોઝ તેમના મકાઈના પાકને ભારે નુકસાન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક દીપડો તો નહીં આવે ને એવા ડરે ખેતરે જવાનું ટાળી રહ્યા છે અને બમણું નુકસાન વેઠી રહ્યાં છે.

પંચમહાલના ઘોઘંબામાં દીપડાનો આતંક યથાવત
સુરત તેમજ દેવગઢ બારીયાની એક્સપર્ટ ટીમ બોલવામાં આવી
ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ, કાંટાવેડા સહિતના ગામોમાં દીપડાએ વીતેલા અગિયાર દિવસ દરમિયાન પાંચ માનવ અને ત્રણ પશુઓ ઉપર હુમલા કર્યા છે. જેને લઈ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દીપડાના સતત હુમલાના પગલે વન વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને સુરત તેમજ દેવગઢ બારીયાથી ખાસ ટીમને મદદ માટે બોલાવવામાં આવી છે. હાલ નવ સ્થળે પાંજરા અને પાંચ સ્થળે નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જોકે દીપડો પાંજરા કે કેમેરામાં આજસુધી દેખા દીધો નથી. બીજી તરફ શનિવારે મોડી સાંજે તરીયાવેરી ગામના એક યુવક ઉપર દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદ નસીબે યુવકની સતર્કતાને પગલે હુમલામાંથી ઉગરી ગયો હતો. બીજી તરફ વન વિભાગની અથાગ મહેનત બાદ વિવિધ સ્થળે હુમલા કરનારો દીપડો એક જ છ વર્ષની ઉંમર ધરાવતો દીપડો હોવાનું તેના મળી આવેલા પગના નિશાન ઉપરથી ફલિત થયું છે.
ઉચ્ચ અધિકારીઓએ કરી એક્સપર્ટ ટીમની મુલાકાત
કલકેટર, ડીએસપી, ડીએફઓ સહિતના અધિકારીઓએ દેવલીકુવા વન કચેરીની મુલાકાત લીધી હતી અને એક્સપર્ટની ટીમ સાથે દીપડાને પકડવા અંગે કરવામાં આવેલી કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.