ETV Bharat / state

પંચમહાલના શહેરામાં માજી સૈનિકોનું સંમેલન યોજાયું - Panchamahal News

પંચમહાલ જિલ્લાના શહેરામાં જિલ્લા સૈનિક અને પુન:વસવાટ કચેરી દ્વારા જિલ્લાના માજી સૈનિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી માજી સૈનિકો તેમજ તેમના પરિવારજનો હાજર રહ્યાં હતા. સૈનિકોના પરિવારના સદસ્યોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

panchmhal
પંચમહાલ જિલ્લામાં માજી સૈનિકોનું સંમેલન યોજાયું
author img

By

Published : Feb 16, 2020, 6:41 PM IST

પંચમહાલઃ જિલ્લાના શહેરા ખાતે આવેલી નગરપાલિકા કચેરીના કોમ્યુનીટી હોલ ખાતે જિલ્લાના માજી સૈનિકો તેમજ સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ગોધરા ખાતે સેવાસદનમાં કાર્યરત જિલ્લા સૈનિક અને પુન: વસવાટ કચેરીની સ્થાપના બાદ પહેલી વખત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં માજી સૈનિકોનું સંમેલન યોજાયું

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમિત અરોરા અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે દીપ પ્રાગટય કરીને સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી દિવ્યેશ મુરલીવાલાએ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને રાજ્ય સૈનિક બોર્ડ દ્વારા ચલાવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના મળતા લાભો અંગે માહિતી આપી હતી. તેમજ શહીદ સૈનિક પરિવારોના સભ્યોનું શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને અધિકારીઓ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર દ્વારા માજી સૈનિકોના પડતર પ્રશ્નોની રજૂઆત પગલે સબંધિત સૈનિક કચેરીના અધિકારીઓને તેનું નિરાકરણ લાવવા સૂચન કરવામાં આવ્યું હતું. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૈનિકોની યાદમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.આ માજી સૈનિક સંમેલનમાં જિલ્લાભરમાંથી માજી સૈનિકો અને તેમના પરિવારજનો તેમજ નાયબ કલેક્ટર એમ.એલ.નલવાયા તાલુકા વિકાસ અધિકારી અંશુમન રાવલ, પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.