- પંચમહાલ જિલ્લામાં 32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- 20 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
- સક્રિય દર્દીઓનો આંક 223 થયો
પંચમહાલ: જીલ્લામાં શનિવારેે કોવિડ-19 સંક્રમણના 32 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3363 થવા પામી છે. 20 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 223 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસની પરિસ્થિતિ
નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 24 કેસ મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 10, હાલોલમાંથી 09 કેસ અને કાલોલમાંથી 05 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2453 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 08 કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી 06 કેસ, હાલોલમાંથી 1 કેસ અને કાલોલ ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 910 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા કુલ 20 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3017 થવા પામી છે. જીલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 223 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.