પાવાગઢથી આવતું વરસાદી પાણી વિશ્વામિત્રી કોતરમાં થઇ પસાર થાય છે, જે કોતરની નજીક રામ તલાવડી ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ચાર બાળકો સહિત યુવકો આ કોતર ખાતે આવ્યા હતા. જેમાં પરુલસિંહ અમરસિંહ નાયક ઉ.વ.15. અને જીગર નિલુભાઈ નાયક ઉ.વ.20 કોતરમાં વહેતા પાણીમાં નાહવા પડી આનંદની પળો માનતા હતા. તે દરમિયાન કોતરમાં પાણીનો પ્રવાહ વધી જતાં ન્હાવા પડેલા બંને યુવકો તણાયા હતાં.
જીગરનામના યુવક વ્હેણમાંથી બહાર નીકળી તેમના પરિવારને જાણ કરી હતી. આ અંગેની જાણ હાલોલ ફાયરફાઈટરની ટીમને કરાતા હાલોલ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીના વ્હેણમાં ડૂબી ગયેલા બાળક પરુંલસિંહને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. પરંતુ કોતર માટીના કારણે ચીકણી થઈ ગઈ હોવાથી ભારે જહેમત બાદ મોડી સાંજ સુધી બાળકનો કોઈ પતો લાગ્યો ન હતો. બનાવની જાણ હાલોલ મામલતદાર અને પોલીસને થતા મામલતદારની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મોડી સાંજે બાળકનો પત્તો ન હતો.