- મહિસાગરના કાનેસર ગામનો બિમાર ધૈર્યરાજનો કિસ્સો
- સારવાર માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસથી મંગાવું પડે
- ધૈર્યરાજ ગુજરાત સહિત ભારત તેમજ વિદેશમાંથી પણ દાન આવ્યું
પંચમહાલ : દાનવીર કર્ણની ભૂમિ એવી ભારતમાં દાનવીર કર્ણ જેવા સંસ્કાર કળયુગમાં પણ હયાત છે. તેનો જીવતો જાગતો પુરાવો મહિસાગરના કાનેસર ગામનો બિમારી ધૈર્યરાજના કિસ્સામાં બન્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબના ત્રણ માસના ધૈર્યરાજને S.M.A.-1 નામની બિમારીથી પીડાઇ રહ્યો છે. આ રોગની સારવાર માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસથી માંગવું પડતુ હોય છે.
7 માર્ચે ધૈર્યરાજના એકાઉન્ટમાં ફક્ત 16 લાખ જેટલી રકમ દાનમાં આવી
મધ્યવર્ગીય ધૈર્યરાજના પિતા રાજદીપ સિંહ રાઠોડ પાસે આટલા બધા નાણાં ન હોવાથી તેમને 16 કરોડ રૂપિયા એકઠા કરવા ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામની NGOમાં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે. ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે. 7 માર્ચે ધૈર્યરાજના એકાઉન્ટમાં ફક્ત 16 લાખ જેટલી રકમ દાનમાં આવી હતી.
આ પણ વાંચો : ધૈર્યરાજ એક જ નહીં, ગુજરાતમાં 19થી પણ વધારે બાળકો છે SMAથી પીડિત
મીડિયા દ્વારા ધૈર્યરાજના બિમારીવાળા સમાચારનો બહોળો ફેલાવો કરાયો
મીડિયા દ્વારા ધૈર્યરાજના બિમારીવાળા સમાચારનો બહોળો ફેલાવો કરતાં ધૈર્યરાજના ઇમ્પેકટ ગુરૂ એકાઉન્ટમાં રૂપિયા 16 કરોડ કરતાં વઘુ દાનનો ધોધ વરસ્યો હતો. ધૈર્યરાજની બિમારી માટે અમેરિકાથી મંગાવવાના ઇન્જેકશનના 16 કરોડ રૂપિયા ભામાશોઓના દાનથી એકત્ર થઇ ગયું હતું. દાન એકત્ર થઇ જતા ધૈર્યરાજના માતાપિતાએ તમામનો આભાર માન્યો હતો. ધૈર્યરાજ માટે ભામાશોઓનું દાન ગુજરાત સહિત ભારત તેમજ વિદેશમાંથી પણ દાન આવ્યું હતું. ધૈર્યરાજની બિમારી માટે તેને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરતાં પહેલા ભારત સરકાર પાસે 22 કરોડના ઇન્જેકશનનો 6 કરોડ રૂપિયા જેટલો ટેક્સ લાગે છે. તેની માફી માટે સરકાર પાસે માંગ કરવામાં આવશે. ટેક્સ માફી પછી બિમાર ધૈર્યરાજની સારવાર મુંબઇ ખાતે કરવામાં આવશે.
આ પણ વાંચો : વેરાવળના વેપારીએ જન્મદિવસ ન ઉજવી ધૈર્યરાજની સારવાર માટે કર્યું દાન
16 કરોડ જેટલી માતબર રકમ 42 દિવસમાં દાન દ્વારા એકઠી થઇ
બિમાર ધૈર્યરાજના ઇલાજ માટે 42 દિવસમાં 2,64,192 દાનવીરોએ દાનથી 16,06,32,884 રૂપિયા ભેગા થઇ ગયા છે. હજુ પણ દાનનો ધોધ ચાલુ છે. 16 કરોડ રૂપિયા એેકઠા થયા પછી હવે ધૈર્યરાજના પિતા ધૈર્યરાજની સારવાર મુંબઇની હોસ્પિટલમાં કરાવશે. 16 કરોડ જેટલી માતબર રકમ 42 દિવસમાં દાન દ્વારા એકઠી થતાં ભારતીય સંસ્કારના દર્શન થયા હતા. ધૈર્યરાજ માટે તમામ ધર્મના લોકોએ ખોબે-ખોબે ભરીને દાનનો પ્રવાહ વરસાવતાં હવે બિમારીથી પિડાતા ધૈર્યરાજની મોંઘી સારવાર થઇ શકશે.
સરકારમાંથી ટેક્સની 6 કરોડની માફી મળ્યા પછી ઇન્જેકશન મંગાવીશું
ધૈર્યરાજના પિતા રાજદીપસિંહે જણાવ્યું કે, મારા પુત્ર ધૈર્યરાજના ઇલાજ માટે 16 કરોડ જેટલા રકમ ભેગી કરવા અમે પણ શહેર-શહેર ફરીને લોકોને દાન આપવા અપીલ કરી હતી. 16 કરોડ રૂપિયા થતાં હવે ધૈર્યરાજની સારવાર માટે મુંબઇ હોસ્પિટલ લઇને જઇશું. તમામ ધર્મના લોકો અને ભારત સહિત વિદેશમાંથી ધૈર્યરાજના ઇલાજ માટે દાન આવ્યું છે. સરકારમાંથી ટેક્સની 6 કરોડની માફી મળ્યા પછી ઇન્જેકશન મંગાવીશું. ધૈર્યરાજના એકાઉન્ટમાં 16 કરોડ રૂપિયાથી વધુ રકમ એેકઠી થઇ છે. ધૈર્યરાજની બિમારી જેવા પીડિત બાળકની સારવાર કરવા વધારાના દાનની રકમ વાપરવાની અમે મંજૂરી આપીશું.