પંચમહાલઃ ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી વધુ 10 જેટલા કોરોનાના દર્દીને રજા આપવામાં આવતા કુલ 43 જેટલા દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોના સામેની જંગ જીતી ગયા છે. જેમાં એક જ દિવસે પોઝિટીવ આવેલા 9 દર્દીઓને એક સાથે જ સારવાર કરીને સાજા કરવામાં આવ્યા છે. જેમાં તમામને હોમકોરોન્ટાઇન તેમજ સરકારી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જો હાલની પરિસ્થિતની વાત કરીએતો કુલ પોઝીટીવ કેસની સંખ્યા 74 છે, જેમાં 43 જેટલા સાજા થયા છે અને 5 લોકોના મોત થયા છે અને 25 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના સામે જંગ જીતનારના નામ
- ચાંદની રામવાની (18 વર્ષ)
- વિભૂતિ રતનેશ પટેલ (24 વર્ષ)
- વિજયભાઈ પટેલ (52 વર્ષ)
- ઝબ્બા મહેબૂબ મહમદ (50 વર્ષ)
- હૈઝલ યુનુસ યાકુબ (25 વર્ષ)
- જદી સૂફીયાન ગુલામ (26 વર્ષ)
- તેજ વિજય પટેલ (16 વર્ષ)
- પ્રેયસ નીલકંઠ પટેલ (22 વર્ષ)
- યુગ શાહ (2 માસ)
- અનિતા એસ શાહ (24 વર્ષ)