ETV Bharat / state

વાટીના ગ્રામજનોની મજબૂરી : વર્ષો વિત્યા પણ અંબિકા નદી પર પુલ ન મળ્યો

નવસારી જિલ્લામાં આવેલા વાટી ગામમાં અંબિકા નદીમાં જળસ્તર વધતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે અને વાટી સહિત 15 ગામ પણ સંપર્ક વિહોણા બને છે. ગ્રામજનો અનેક વખત આ નદી પર પુલ બનાવવાની માંગ કરી ચુક્યા છે છતાં કોઇ પણ સરકાર લોકોની સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી.

author img

By

Published : Jun 11, 2021, 4:27 PM IST

વર્ષો વિત્યા પણ અંબિકા નદી પર પુલ ન મળ્યો

  • આજ સુધી કોઇ પણ સરકારના બહેરા કાને વાટી ગામની રજૂઆત ન સાંભળી
  • ચોમાસામાં અંબિકામાં પાણી વધતા, વાટી થાય છે સંપર્ક વિહોણું
  • વાટી સાથે ડાંગ અને તાપીના ગામડાઓને પણ પડે છે મુશ્કેલી

નવસારી: નવસારી જિલ્લાની સરહદે આવેલુ ગામ જે ડાંગ અને તાપી જિલ્લાને જોડતા વાટી ગામના લોકો દર વર્ષે ચોમાસામાં અંબિકા નદીમાં જળસ્તર વધતાં વાંસદાથી સંપર્ક વિહોણા થઈ જાય છે. અંબિકા નદી પર પુલ બનાવવાની ગ્રામજનોની વર્ષો જૂની રજૂઆત કોંગ્રેસ હોય કે ભાજપ સરકાર તેમના કાને પડી નથી. બીજી તરફ ચોમાસુ બાદ પણ ગ્રામજનોએ વાંસદા આવવા માટે લોક ફાળો ઉઘરાવી નદી પર નાળા નાંખીને કાચો રસ્તો બનાવવો પડે છે. જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસી વિસ્તારની વિકાસગાથાની ચાડી ખાય છે.

15 ગામના લોકોએ 30 કિલોમીટરનો ખાવો પડે છે ધક્કો

વિકાસ મોડલ ગુજરાતના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકાના છેવાડાના વાટી ગામના ગ્રામજનોએ વર્ષોથી અંબિકા નદી પર પુલ ન બનતા ચોમાસા દરમ્યાન મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાટી ગામ નવસારી, ડાંગ અને તાપી જિલ્લાને જોડતું ગામ છે. વાંસદાના સરા અને વાટી ગામ વચ્ચેથી અંબિકા નદી પસાર થાય છે અને તેની મોટી કોતરો વચ્ચેથી પાટી ગામના લોકો વાંસદા આવન-જાવન કરતા હોય છે. વાટીના ગ્રામજનો વર્ષોથી અંબિકા નદી ઉપર કોઝવે કે નાનો પુલ બનાવવાની માંગણી કરી રહ્યાં છે પરંતુ કોંગ્રેસથી લઈને ભાજપની રૂપાણી સરકારના બહેરા કાનોમાં વાટીના લોકોનો અવાજ પહોંચ્યો જ નથી. દર વર્ષે ચોમાસામાં અંબિકા નદીમાં જળસ્તર વધતાં વાટી વાંસદાથી સંપર્ક વિહોણું થઈ જાય છે. જેના કારણે વાટી સહિત ડાંગ અને તાપીના સરહદી ગામોના લોકોએ ડાંગના વઘઇ થઈ 30 કિલોમીટર લાંબો ચક્કર ખાઈને વાંસદા આવવું પડે છે. ખાસ કરીને મેડિકલ ઈમર્જન્સી કે ગામમાં કોઈ અવસાન પામે તો ગ્રામજનોની સ્થિતિ કફોડી બને છે. ચોમાસામાં નદીનું જળસ્તર ઓછું હોય તો ઘણીવાર લોકો ગરદન સમા પાણીમાં નદી પાર કરવા મજબૂર બને છે. જેથી સરકાર પુલ નહીં તો નાનો કોઝવે પણ બનાવી આપે એવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે

ચોમાસુ જતા ગ્રામજનો બનાવે છે અંબિકા નદી પર કાચો રસ્તો
ચોમાસામાં તો વાટી ગામના લોકો મુશ્કેલી વેઠે છે, પરંતુ ચોમાસા બાદના મહિના પણ તેમણે અંબિકા પાર કરીને આવવા માટે તકલીફ વેઠવી પડે છે. કારણ વાટીથી સરા સુધીનો રસ્તો વર્ષો વીતવા છતાં પણ બન્યો નથી. ગ્રામજનો ચોમાસુ વિતતા લોક ફાળો ભેગો કરી નદીમાં સિમેન્ટના પાઇપ નાંખી કામ ચલાવ કાચો રસ્તો બનાવી લે છે. વર્ષોથી માર્ગ મકાન વિભાગમાં અને સરકાર સુધી અંબિકા નદી પર પુલ કે કોઝવે કે રસ્તો બનાવવા માટેની માંગણી કરતાં વાટીના ગ્રામજનોને નિરાશા જ મળી છે. જો કે હજી પણ ગ્રામજનો હિંમત હાર્યા નથી અને સરકાર તેમની વ્હારે આવશે એવી આશા રાખીને બેઠા છે.

આ પણ વાંચો: પાટણની સરસ્વતી નદીમાં નર્મદાના નીરના વધામણા થયા

વાંસદાના કોંગી ધારાસભ્ય વિધાનસભામાં પણ ઉઠાવી ચૂક્યા છે પુલનો પ્રશ્ન
વાટી ગામની કોંગ્રેસ અને ભાજપની સરકારો આગળ અંબિકા નદી પર પુલ બનાવવાની માંગણી વર્ષો વિત્યા બાદ પણ સંતોષાઈ નથી. જેથી વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે વિધાનસભા સત્રમાં પણ ચોમાસામાં અંબિકા નદીનું જળસ્તર વધતાં વાટી ગામ વાંસદાથી સંપર્ક વિહોણા થવાની રજૂઆત કરી છે. સાથે જ તેમણે અંબિકા નદી પર પુલ બનાવવાની સરકારમાં માંગણી કરી હતી. પરંતુ તેમ છતાં પણ વાટીની માંગણી સંતોષાઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.