નવસારી: વિશ્વમાં ફેલાયેલી કોરના વાયરસની માહામારી ભારતમાં પણ વકરી રહી છે. ભારતમાં જ્યાં કોરોના પોઝીટીવ કેસો ગત મહિનાનાં અંત સુધીમાં ઓછા હતા, ત્યાં હવે થોડા જ દિવસોમાં કોરનાનાં કેસોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે નવસારીમાં ૩૩ કોરોના શંકાસ્પદ કેસોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
રાહતનો શ્વાસ લીધા બાદ પણ તંત્રે સતર્કતા સાથે આરોગ્ય સુવિધાઓ પણ વધારી દેવામાં આવી છે. જેમાં સોમવારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ સિવાય જિલ્લાની બે ખાનગી હોસ્પિટલોને ૧૦૦-૧૦૦ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલો જાહેર કરવામાં આવી છે. તેમજ તમામ જરૂરી આરોગ્ય સાધનો સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે સંચાલક કમિટી પણ ગઠિત કરવામાં આવી છે.
નવસારીની યશફીન હોસ્પિટલ અને વાંસદાની ઉદિત હોસ્પિટલમાં 100-100 બેડની કોવીડ-19 હોસ્પિટલ બનાવામાં આવી છે. બંને હોસ્પિટલમાં આઈસીયુ, વેન્ટીલેટર્સ, એક્ષ-રે મશીન, મલ્ટી પેરા મોનીટર, ઓસ્કીજ્ન સિલીન્ડર, એમ્બ્યુલન્સ સહિત તમામ સુવિધાઓ મળી રહે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.