નવસારી: હાલ શિયાળામાં રાત્રિ દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સન્નાટાનો માહોલ સર્જાતો હોય છે. ત્યારે આ માહોલનો ફાયદો લઈ તસ્કરોએ ચીખલી તાલુકામાં હાહાકાર મચાવ્યો છે. થોડા સમય પહેલા નવસારી શહેરમાં પણ ચોરીની ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ આજે ચીખલી તાલુકાના સાદકોરના ગોલવાડમાં ખેરગામ રોડ પર આવેલા સાઈ કૃપા શોપિંગ સેન્ટરની અલગ અલગ 14 દુકાનો અને એક બંધ ઘર મળી 15 જગ્યાએ ચોટાઓએ શટલના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી નાખી દુકાનના ગલ્લામાંથી રોકડ રકમ ચોરી લઈને ઘોર અંધારાનો ફાયદો ઉઠાવીને અદ્રશ્ય થઈ ગયા હતા.
આ પણ વાંચો: Surat news: સુરતમાં એક સાથે બે વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
પોલીસ પેટ્રોલિંગને લઈ સવાલો: અલગ અલગ દુકાનોમાંથી નાની મોટી રકમ પર તેઓએ હાથ ફેરો કર્યો હતો. જ્યારે એક ચણા દાણાની દુકાનમાંથી રોકડા ચોરી ગયા હોવાનું સ્થાનિક આગેવાનો પાસેથી જાણવા મળ્યું હતું. રાત્રિના ત્રણેક વાગ્યાનામાં તસ્કરોએ આ ચોરીને અંજાર આપ્યો હતો તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જેમાં તસ્કરોને સ્પષ્ટ જોઈ શકાય છે. સાદતપુર ગોલવાડમાં તસ્કરોએ રાત્રિના ત્રણ વાગ્યાના આરસામાં વારાફરતી એક ઘર અને 14 જેટલી દુકાનોમાં ત્રાટકી ગલ્લામાંથી નાની મોટી રોકડ રકમ ચોરી જતા પોલીસ પેટ્રોલિંગને લઈ સવાલો ઉઠ્યા છે આ સમગ્ર મામલે હાલ ચીખલી પોલીસ તપાસમાં છે તો બીજી તરફ આ બનાવની જાણ થતાં ગામના ડેપ્યુ સરપંચ સંજયભાઈ એપીએમસીના ચેરમેન કિશોરભાઈ બાંધકામ અધ્યક્ષ દીપાબેન સહિતનાઓ ધસી જઈ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Vadodara Crime: તેજસ એક્સપ્રેસમાં મુંબઈ પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટ્યો વોન્ટેડ આરોપી
જાનમાલની સલામતી સામે સવાલો: ચીખલી વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે દિન પ્રતિદિન ચોરીના બનાવ વધી રહ્યા છે. જેમાં લોકો અને લોકોની જાનમાલની સલામતી સામે સવાલો ઊભા થયા છે. ગતરાત્રિના આ ચોરીના બનાવમાં જે ઘરની નિશાન બનાવ્યું હતું તે ઘર બંધ હતું. આ સમગ્ર મામલે હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી. ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઇ એ જે ચૌધરી સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી છે.