ETV Bharat / state

આછવણી ગામે ગણદેવીના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો - The body of Ganadevi's young man was found

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી-પાણીખડક માર્ગ પર નિર્માણાધિન દુકાનમાં ગણદેવીના 40 વર્ષીય મજૂર યુવાનનો મૃતદેહ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. યુવાનનું કરંટ લાગતા મોત થયું હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.

આછવણી ગામે ગણદેવીના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

author img

By

Published : May 3, 2021, 10:38 PM IST

  • આછવણી ગામે મજૂર યુવાનનો મૃતદેહ મળ્યો
  • ખેરગામ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
  • પ્રાથમિક તબક્કે કરંટ લાગવાથી યુવાનનું મોત થયું હોવાનું તારણ

નવસારીઃ જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે આછવણીથી પાણીખડક તરફ જવાના માર્ગની દુકાનમાં ગણદેવીના પાટી ગામે રહેતો 40 વર્ષીય હેમલ પરભુ પટેલ દુકાનમાં મજૂરી કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. પરંતુ આજે સોમવારે હેમલ દુકાનના મધ્યમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જેની જાણ થતાં ખેરગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આછવણી ગામે ગણદેવીના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
આછવણી ગામે ગણદેવીના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

આ પણ વાંચોઃ ભુજમાં ઘરની બાજુમાં જ યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

ખેરગામ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખેરગામ સીએચસી ખાતે ખસેડયો હતો. જ્યારે મૃતક હેમલના ભાઈ સંજય પટેલે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણમાં મહિલા PSI એસ. એસ. માલે જણાવ્યું હતુ કે, મૃતક હેમલના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખરી હકીકત જાણી શકાશે. જોકે હાલ પ્રાથમિક તબક્કે કરંટ લાગવાથી મૃતક હેમલનું મોત થયું હોવાનું અનુમાન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.