- સુરત અને અમદાવાદનું પરિવાર ફરવા માટે આવ્યુ હતુ
- ઓવરલોડ બોટમાં બેલેન્સ ન રહેતા કિનારે આવીને બોટ પલટી
- ઘટનામા બોટમાં સવાર 18 લોકો સારવાર હેઠળ
નવસારી :જિલ્લાના ચીખલીના સોલધરા ગામે આવેલા ઇકો પોઇન્ટ ઉપર રવિવાર ગોઝારો સાબિત થયો હતો. અમદાવાદ અને સુરત થી ફરવા આવેલા બે પરિવારો તળાવમાં બોટિંગ કરવા ગયા અને ઓવરલોડ બોટ કિનારે જ પલટી મારી હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર 23 માંથી 5 લોકોના મોત હતા. જેમાં 3 બાળકો અને એક દંપતિનો સમાવેશ થાય છે.
સમગ્ર ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ સહિત ગણદેવી અને બીલીમોરાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવમાં ડૂબતા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્યને 108 એમ્બ્યુલન્સની મદદથી ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન અન્ય 3 લોકોના મોત થતા બંન્ને પરિવારોમાં માતમ ફેલાયો હતો.
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને ગણદેવીના ધારાસભ્ય પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. સાથે જ ચીખલી પોલીસે ઇકો પોઇન્ટના સંચાલક અશોક પટેલ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :