ETV Bharat / state

અનંત પટેલના સમર્થનમાં કૉંગી નેતાઓ ઉતર્યા રસ્તા પર, આરોપીને ઝડપી પકડવા કરી માગ

નવસારીમાં કૉંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા (MLA Anant Patel attacked) અંગે કૉંગ્રેસના નેતાઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા (Sukhram Rathva) અને કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) પણ અનંત પટેલનું સમર્થન કરવા આ વિરોધમાં જોડાયા હતા.

અનંત પટેલના સમર્થનમાં કૉંગી નેતાઓ ઉતર્યા રસ્તા પર, આરોપીને ઝડપી પકડવા કરી માગ
અનંત પટેલના સમર્થનમાં કૉંગી નેતાઓ ઉતર્યા રસ્તા પર, આરોપીને ઝડપી પકડવા કરી માગ
author img

By

Published : Oct 10, 2022, 9:57 AM IST

Updated : Oct 10, 2022, 10:18 AM IST

નવસારી જિલ્લાની વાસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ (MLA Anant Patel attacked) પર હુમલો થતાં રાજકારણ ફરી ગરમાયું હતું. આ સમગ્ર મુદ્દાએ રાજકીય રંગ પકડતા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) સહિતના નેતાઓ અનંત પટેલને ખબર અંતર પૂછવા નવસારી પહોંચ્યા હતા.

સરકાર સામે કર્યો સૂત્રોચ્ચાર

સરકાર સામે કર્યો સૂત્રોચ્ચાર ધારાસભ્ય અનંત પટેલ પર જે વિસ્તારમાં હુમલો (MLA Anant Patel attacked) થયો હતો એવા દશેરા ટેકરી વિસ્તારમાં વિપક્ષી નેતા સહિત કૉંગ્રેસ અગ્રણીઓએ ચાર રસ્તે વિરોધ પ્રદર્શન (Gujarat Government Protest) કર્યું હતું. સાથે જ તેમણે ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી આરોપીઓને વહેલી તકે ઝડપવા માગ કરી હતી. ખેરગામના દશેરા ટેકરી વિસ્તારમાં સર્કલ પર મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને કૉંગી નેતાઓએ ચાર રસ્તે બેસી ગુજરાત સરકાર અને આરોપીઓ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર (Gujarat Government Protest ) કર્યા હતા.

જરૂર પડે તો ગુજરાત બંધનું આપીશું એલાન સમગ્ર ઘટનાને લઈને વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ (Sukhram Rathva) પાર્ટી પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ભારતીય જનતા પક્ષના પ્રમુખે પ્રિપ્લાન કરી હૂમલો કર્યો છે. બીજી તરફ પ્રદર્શનમાં આવેલા આદિવાસીઓ પર પણ પોલીસની હાજરીમાં હુમલા કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ હુમલા સાથે કૉંગ્રેસના માણસોના ખમીરને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આ તરફ આરોપી ન પકડાઈ તો દરેક જિલ્લાઓમાં કલેકટરને (Navsari Collector) આવેદનો આપવામાં આવશે. છતાં પણ આરોપીઓ ન પકડાય તો અમે ગુજરાત બંધનું (Gujarat Bandh Call) પણ એલાન કરીશું તેવું સુખરામ રાઠવાએ (Sukhram Rathva) જણાવ્યું હતું.

Last Updated : Oct 10, 2022, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.