ETV Bharat / state

નવસારીમાં ગાયકવાડી રાજની ઐતિહાસિક ધરોહર ન્યાય મંદિરને તોડવાના સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ - Gaikwadi Raj

140 વર્ષ પૂર્વે ગાયકવાડી રાજમાં નિર્મિત ભવ્ય રાજમહેલ કે જે નિર્માણના થોડા વર્ષોમાં જ સુશાસનના સુધારાને કારણે ન્યાય મંદિરમાં ફેરવાયો હતો, તેમજ નવસારી જિલ્લાના વિકાસના ઘણા નિર્ણયો અહીંથી લેવાયા હતા. તેવા ભવ્ય ઇતિહાસ ધરાવતા ઐતિહાસિક રાજમહેલને (ન્યાય મંદિર) રાજ્ય સરકાર દ્વારા તોડવાનો વિચાર કરતા વકીલ મંડળ સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવી ઐતિહાસિક ધરોહરને હેરિટેજ ભવન અથવા મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાની માગ કરી રહ્યા છે.

palace built in Gaikwadi Raj
નવસારીમાં ગાયકવાડી રાજની ઐતિહાસિક ધરોહર ન્યાય મંદિરને તોડવાના સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ
author img

By

Published : Aug 11, 2020, 7:08 PM IST

નવસારીઃ 140 વર્ષ પૂર્વે ગાયકવાડી રાજમાં નિર્મિત ભવ્ય રાજમહેલ કે, જે નિર્માણના થોડા વર્ષોમાં જ સુશાસનના સુધારાને કારણે ન્યાય મંદિરમાં ફેરવાયો હતો, તે ભવ્ય રાજમહેલને સરકાર દ્વારા તોડવાનો વિચાર કરતા વકીલ મંડળ સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો, તેમજ ગાયકવાડી રાજના ભવ્ય મહેલને બચાવવા વડોદરાનો રાજવી પરિવાર પણ નવસારીજનોના સમર્થનમાં આવ્યો છે.

palace built in Gaikwadi Raj
નવસારીમાં ગાયકવાડી રાજની ઐતિહાસિક ધરોહર ન્યાય મંદિરને તોડવાના સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને સુશાસન માટે આજે પણ લોકો યાદ કરે છે. ખાસ કરીને ગાયકવાડી રાજનું નવસારી પ્રાંત મહારાજાને ઘણું પ્રિય હતું. વર્ષ 1880માં મહારાજાએ રાજવી પરિવાર માટે ભવ્ય મહેલ બનાવ્યો હતો.

જેના બે વર્ષ બાદ 1882માં મહેલ રાજ્યની કચેરીમાં ફેરવાયો હતો. બાદમાં ન્યાય મંદિર તરીકે જાણીતા બનેલા ઐતિહાસિક મહેલની ઇમારત આઝાદ ભારતની સરકારને સુપ્રત કરવામાં આવી હતી અને અહીં જિલ્લા સત્ર ન્યાયાલય સાથે જ અન્ય કોર્ટો પણ કાર્યરત થઈ હતી.

કાળક્રમે ઇમારતમાં વરસાદી પાણી ગળવાની સમસ્યાને જોતા તેને ભૂતકાળમાં તોડવાનો નિર્ણય થયો હતો, ત્યારે સ્થાનિકોના વિરોધને પગલે નિર્ણય બદલાયો અને અંદાજે 45 લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરાયું હતું.

હાલમાં નવી કોર્ટ બીલફિંગ બન્યા બાદ ગાયકવાડી સમયના ન્યાય મંદિરને તોડવાનું રાજ્ય સરકારે મન બનાવ્યું છે. જેની જાણ થતા જ જિલ્લાના વકીલો સહિત શહેરીજનો વિરોધ કરી રહ્યા છે, જેમાં વડોદરાના રાજવી પરિવારે પણ ગાયકવાડી મહેલને બચાવવા સમર્થનનો સુર પુરાવ્યો છે.

શહેરીજનો નવસારીની આ ઐતિહાસિક ધરોહરને જાળવી તેને હેરિટેજ ભવન અથવા મ્યુઝિયમ બનાવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.