નવસારી: ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે ભારતીય સેનાની યુવા પાંખ જે સ્કૂલ અને કોલેજના તરૂણ અને યુવાનોને સેના સમકક્ષ તાલીમ આપે છે એવી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નો 75 વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે અમદાવાદના સાબરમતી આશ્રમથી 25 NCC કેડેટ્સ 409 કિમીની સાયકલ યાત્રા કરીને નવસારીના ઐતિહાસિક દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે પહોંચ્યા હતા.
નાણાં પ્રધાન કનુ દેસાઈ કરાવ્યું પ્રસ્થાન: દાંડીમાં નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના અન્ય કેડેટ્સ અને અધિકારીઓએ એક દિવસ રોકાણ કરી પોતાના હાથે મીઠુ પકવ્યું હતુ. જ્યારે આજે સવારે રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈ અને NCC ના ADG અરવિંદ કપૂર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં NCC કેડેટ્સ દ્વારા પકવેલ મીઠુ અને NCCની સોફટવેર સીડી સાથે 27 કેડેટ્સ બાઈક રેલી લઈ દિલ્હી જવા રવાના થયા હતા. જેમને નાણા પ્રધાન અને ADG એ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો ડાંગીજનના મન હૃદયમાં 'ગુરુજી'ના નામે અદકેરું સ્થાન ધરાવનારા 'ગાંડા કાકા'નુ નિધન
ઐતિહાસિક ધરતી પરથી મીઠું લઈ દિલ્હી પહોંચશે: જ્યારે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું ત્યાં ઐતિહાસિક દાંડી મહાત્મા ગાંધીજીની અંગ્રેજો સામે કરેલા સંઘર્ષોની લડતની અભૂતપૂર્વ યાત્રા હતી અહીં ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજી સલ્તનતને લૂણો લગાડ્યો હતો. અહીંથી ગાંધીજીએ અંગ્રેજો સામેની લડતને વેગ આપી પ્રાણ પૂર્યા હતા ત્યારે આ ઐતિહાસિક ધરતી પરથી મીઠું લઈ દિલ્હી પહોંચશે.
આ પણ વાંચો G-20 meeting 2023: G-20 બેઠકો માટે ગુજરાત તૈયાર, ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છમાં
NCCએ પોતાનું સોફ્ટવેર ડેવલપ કર્યું: અત્યાર સુધી NCCનું રાજ્યકક્ષાએ સોફ્ટવેર ઓપરેટ થતું હતું પણ રાષ્ટ્રીય કક્ષેએ કેડેટ્સ માટે યુનિવર્સલ સોફ્ટવેર ડેવલપ કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ કોઇપણ રાજ્ય માંથી રનરોલમનેટ કરી શકશે.આ સોફટવેરની સીડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 28મી જાન્યુઆરીને દિવસને આપવામાં આવશે.દેશએ મીઠાથી શરૂ કરેલું ક્રાંતિ સોફ્ટવેર સુધી પહોંચી છે. જેના પ્રતીકરૂપે NCCના 75માં વર્ષના પ્રવેશ નિમિત્તે કાર્યક્રમનું નામ સોલ્ટ સે સોફ્ટવેર આપવામાં આવ્યું હતું. દાંડીમાં NCC ના અન્ય કેડેટ્સ અને અધિકારીઓએ એક દિવસ રોકાણ કરી પોતાના હાથે મીઠુ પકવ્યું હતુ.