નવસારી : ગુજરાત મહેસુલ વિભાગમાં સૌથી વધુ પ્રશ્નો ઉદ્દભવતા હોય છે, જેમાં કાયદાકીય કાર્યવાહી પણ થાય છે. પરંતુ સરકારી ગૂંચને કારણે વર્ષો સુધી પ્રશ્નોનું નિરાકરણ થઈ શકતું નથી. ત્યારે મહેસુલી પ્રશ્નોનુ સ્થાનિક સ્તરે જ નિરાકરણ થાય અને સરકારે પણ મહેસુલી આવકમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલ પ્રધાન દ્વારા આજે નવસારીથી મહેસુલ મેળાનો (Revenue Fair in Navsari) પ્રારંભ કર્યો છે.
7 પ્રકારની કેટેગરીમાં 158 ફરિયાદીઓ નોંધાય
મહેસુલ મેળામાં સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં જ 7 પ્રકારની કેટેગરીમાં 158 ફરિયાદીઓ (Complaint at Revenue Fair) નોંધાય હતી. જેમાં હાલમાં રાજ્યમાં ચર્ચામાં રહેલો જમીન સંપાદનના વળતરમાં કરોડોના કૌભાંડની 24 ફરિયાદો 9 (Question of Land Scam in Revenue Fair) લઈને અસરગ્રસ્તો મહેસુલ પ્રધાનને મળ્યા હતા. જેમાં આલીપોરના ટ્રસ્ટની જમીનના વળતરના 21.61 લાખની છેતરપિંડીમાં પકડાયેલા આરોપીને છોડી મૂકવા અંગે ફરિયાદ કરી હતી. જ્યારે અન્ય એક તવડી ગામની 150 વીઘા જમીન માંથી ગેરકાયદે ફરિયાદ થઈ હતી. જેમાં રેતી અને માટી ખનન પ્રકરણમાં ખાણ-ખનીજ વિભાગે 58.71 કરોડની પેનલ્ટીનો રિપોર્ટ કર્યા પછી પણ કાર્યવાહી થઈ ન હોવાની ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: હવે ગમે ત્યારે કલેક્ટર ઓફિસે પડશે સરકારની રેડ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની મહત્વની જાહેરાત
મહેસુલી પ્રશ્નોનુ નિરાકરણ માટે જરૂર પડ્યે યોજાશે બીજો મહેસુલ મેળો
જમીન મહેસુલને લગતી ફરિયાદો સાથે વકીલોને પડતી મુશ્કેલી અંગે પણ આજના જમીન મહેસુલ મેળામાં રજૂઆત થઈ હતી. ત્યારે મહેસુલ પ્રધાને (Minister of Revenue in Navsari) રાજ્યમાં બબ્બે જિલ્લા પસંદ કરી, મહેસુલ મેળા સમગ્ર રાજ્યમાં કરી, લોકોના દ્વારે સરકારનો અભિગમ રાખી હકારાત્મક રીતે વહેલામાં વહેલા પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. સાથે જ મહેસુલ મેળામાં આવેલા પ્રશ્નો (Question in Rajendra Trivedi Revenue Fair) પર થયેલી કામગીરી અંગેનો રિવ્યુ લેવા તેમજ જરૂર પડે તો મેળાનો બીજો રાઉન્ડ કરવાની પણ તૈયારી દર્શાવી છે. સાથે જ જમીન સંપાદન વળતરમાં જિલ્લા પોલીસ વડા સાથે બેઠક કરી હતી. જેમાં અત્યાર સુધીની કાર્યવાહીની સમીક્ષા કરવા સાથે જ કોઈને પણ ન છોડવામાં આવે એવી પણ તૈયારી બતાવી છે.
નવસારી મહેસુલ વિભાગ દ્વારા 7 કેટેગરીમાં લેવામાં આવેલી ફરિયાદ
કેટેગરી | ફરિયાદ |
જમીન તથા RTS કેસ | 46 ફરિયાદો |
જમીન સુધારણા | 08 ફરિયાદો |
બિન ખેતીની જમીન | 10 ફરિયાદો |
સ્ટેમ્પ ડ્યુટી | 05 ફરિયાદો |
જમીન સંપાદન | 24 ફરિયાદો |
જમીન માપણી | 35 ફરિયાદો |
પરચુરણ | 39 ફરિયાદો |
મહેસુલી પ્રશ્નોનુ ઓછા સમયમાં હકારાત્મક સમાધાન લાવવાનો પ્રયાસ
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર જિલ્લા કક્ષાએ જમીનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા મહેસુલ મેળાને લોકોએ આવકાર્યો હતો. સરકાર દ્વારા પ્રશ્નનું ઓછા સમયમાં હકારાત્મક સમાધાન (Resolving Questions at Revenue Fair in Navsari) આપવામાં આવે એવી આશા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ નવસારીમાં મહેસુલ મેળાનો પ્રારંભ: જમીન સંપાદન વળતરમાં કૌભાંડ મેં શોધ્યુ છે - રાજેન્દ્ર ત્રિવેદી