નવસારી શહેરના લુન્સીકુઇ નજીક આવેલા દરગાહવાળા હોલનો કારભાર સંભાળનાર (46 વર્ષીય) શાહિદ અલી સૈયદ ઉર્ફે બાપુ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. સવારે 9:15 કલાકે શાહિદ અલી દરગાહવાળા હોલ પર પહોંચ્યો હતા. ત્યારે તેની પાછળ એક સફેદ રંગની મોપેડ પર ત્રણ અજાણ્યા હુમલાખોરો પહોંચ્યા હતા. જેમાંથી એક મોપેડ પર વવાસી રહ્યો હતો. જ્યારે બે હુમલાવરો તીક્ષ્ણ ચાકુ સાથે હોલના દરવાજાની અંદર પ્રવેશ્યા હતા અને શાહિદ કંઈ સમજે એ પૂર્વે એના ઉપર હુમલો કર્યો હતો. (Navsari Dargah Hall Bapu Attack)
હત્યારાઓ હુમલો કરીને નાસી છુટ્યા જેમાં એકે શાહિદનો હાથ પકડ્યો અને બીજાએ ઉપરાછાપરી પેટ, છાતી, હાથ, પગ પર ચાકુના ઘા મારતા શાહિદ લોહીલુહાણ થઈ ગયો હતો. પ્રાણ ઘાતક હુમલો કરી બંનેમાંથી એક હુમલાખોરો મોપેડ સવાર સાથી સાથે જ્યારે અન્ય સામેની તરફ ભાગી છૂટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત શાહિદને હોલમાં કામ કરતા લોકોએ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હતું. ત્યારે આ હુમલાના CCTV ફૂટેજ પોલીસેની સામે આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. (Dargah Wala Hall Bapu killing)
ગુસ્સો ઉતારી તમાચા ચોડી દીધો મળતી માહિતી મુજબ દરગાહવાળા હોલ સંલગ્ન 50 હજાર ચોરસફૂટ જગ્યા, 5 શાહિદઅલીના 5 કાકાઓના નામે ચાલી આવતી હતી. જેને લઈને પાંચેય ભાઈઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં મુસ્લિમુદ્દીન દરગાહવાળા સહિત ત્રણ ભાઈઓ અને જાફરશા દરગાહવાળા સહિત બે ભાઈઓના બે ગુટ પડી ગયા હતા. શાહિદઅલી હોલનો મેનેજર હોવાથી મુસ્લિમુદ્દીન તરફ રહેતો હોવાથી જાફરશાને તેની સામે વાંધો હતો. આ દરમિયાન લગભગ એક વર્ષ અગાઉ જગ્યાને લઈ મુસ્લિમુદ્દીન અને જાફરશા વચ્ચે થયેલા ઝઘડામાં શાહિદ અલી પણ હાજર હતો, ત્યારે જાફરશાએ શાહિદ ઉપર ગુસ્સો ઉતારી તમાચા ચોડી દીધા હતા.(murder case in Navsari)
જમીન વહેંચણી મુદ્દે સમાધાન આ ઉપરાંત શાહિદને ઠેકાણે પાડી દેવાની ધમકી પણ આપી હતી. બાદમાં સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ પર પણ મેસેજ કરી ધમકી આપતા, શાહિદે પોલીસ ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ પાંચેય ભાઈઓમાં જમીન વહેંચણી મુદ્દે સમાધાન થતા 60 ટકા હિસ્સો મુસ્લિમુદ્દીન અને 40 ટકા હિસ્સો જાફરશા તરફે આવ્યો હતો. ત્યારબાદ શાહિદઅલી દારગાહવાળા હોલનું સંચાલન કરતો આવ્યો હતો. જેથી શાહીદના ભાઈ ઇમરાન સૈયદ કાકા જાફરશા દરગાહવાળા સામે હત્યા કરાવાનો આરોપ લગાવી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. (Navsari over land dispute Murder Case)