નવસારી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જામતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Public Meeting in Navsari) પોતે હવે ચૂંટણી પ્રચારની કમાન (Election campaign of BJP in Gujarat) સંભાળી લીધી છે. ત્યારે હવે તેઓ આજે (સોમવારે) નવસારી ખાતે જનસભા સંબોધશે, જ્યાં 1,00,000થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે વડાપ્રધાનના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
વડાપ્રધાન મતદારોને કરશે અપીલ ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે ભાજપે પહેલા સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે ને હવે વડાપ્રધાન પોતે મેદાને ઉતર્યા છે. વડાપ્રધાન આજે ગુજરાત પ્રવાસના (PM Modi Public Meeting in Navsari) અંતિમ દિવસે નવસારી વિધાનસભા બેઠક (Navsari assembly seats) માટે ચૂંટણી પ્રચાર (Election campaign of BJP in Gujarat) કરશે. આ સભામાં જિલ્લાની ચારેય બેઠકોના ઉમેદવારો પણ ઉપસ્થિત રહેશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોને અપીલ કરશે.
આદિવાસીઓને રિઝવવાનો પ્રયાસ ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાની 4 બેઠકોમાંથી (Navsari assembly seats) વાંસદા બેઠક વર્ષોથી કૉંગ્રેસના ફાળે રહી છે, જેની સાથે અન્ય આદિવાસી બેઠકો પર પણ કૉંગ્રેસ સમર્પિત મતદારો છે. આથી આદિવાસીઓ કૉંગ્રેસનો હાથ છોડી વિકાસની રાજનીતિ પર કમળને ખીલવે એવી આશા સાથે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે વડાપ્રધાનની નવસારીમાં (PM Modi Public Meeting in Navsari) આ બીજી સભા થઇ રહી છે. વડાપ્રધાને દક્ષિણ ગુજરાતની સભામાં A ફોર આદિવાસી બોલી પહેલાં જ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે 19 નવેમ્બરની વલસાડ જિલ્લાની 2 ચૂંટણી સભા અને રોડ શૉ દ્વારા આદિવાસીઓને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
ભાજપ જીતશે તેવો વિશ્વાસ આની સાથે જ વડાપ્રધાન 21 નવેમ્બરે નવસારીમાં ફરી સભા ગજવશે, જેમાં પણ વાંસદા બેઠક (Navsari assembly seats) સાથે આસપાસની આદિવાસી બેઠકો ઉપર પણ ફોકસ રહે એવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા મતદારો પર કેટલો પ્રભાવ પાડશે એ જોવું રહ્યું. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે કહ્યું હતું કે, સોમવારે સમગ્ર નવસારી વડાપ્રધાનના (PM Modi Public Meeting in Navsari) આગમનની રાહ જોઈ રહ્યું છે. તેમનું ઉમરકાભેર સ્વાગત કરવામાં આવશે. સાથે સુરક્ષાને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વખતે 4 વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહરાશે.