ETV Bharat / state

નવસારી: નેશનલ હાઈ-વે પરથી 17.80 લાખના દારૂ ભરેલા ટેમ્પો સાથે એકની ધરપકડ

નેશનલ હાઈ-વે નંબર 48 પર નવસારીના ખડાસુપા -બોર્ડિંગ નજીકના ઓવરબ્રિજના પાસેથી સુરત રેન્જ IGની બાતમીને આધારે પોલીસે 17.80 રૂપિયાના દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. સમગ્ર પ્રકરણમાં 2 લોકોને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

author img

By

Published : Aug 14, 2020, 12:44 AM IST

ETV BHARAT
નેશનલ હાઈ-વે પરથી 17.80 લાખના દારૂ ભરેલા ટેમ્પો સાથે એકની ધરપકડ

નવસારી: ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂ ઉપર કડક કાયદા સાથે પ્રતિબંધ છે, ત્યાં કોરોના કાળમાં લોકડાઉન અનલોક થતા જ નવસારી જિલ્લામાંથી મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી શરૂ થઈ છે. જેમાં નવસારી જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન સુરત રેન્જ IGની આર. આર. સેલ પોલીસ ટીમને બાતમી મળી હતી કે, સેલવાસાથી વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે નેશનલ હાઈ-વે નંબર 48 પર નવસારી તાલુકાના ખડાસુપા-બોર્ડીંગ નજીકના ઓવરબ્રિજના એક છેડેથી ટેમ્પોને અટકાવ્યો હતો.

ટેમ્પોની તપાસ કરતા ટેમ્પોમાંથી 17.80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો ચાલક મહેન્દ્ર ગોસ્વામીની અટકાયત કરી હતી. આરોપી મહેન્દ્રની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસાના રાહુલ સહાનીએ ભરાવી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં આરોપીએ જણાવ્યું કે, આ ટેમ્પો વડોદરાના ભગતસિંહ રાજપૂતને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે બન્નેને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળેથી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ્લા 27.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.

પોલીસે નિયમાનુસાર આરોપી મહેન્દ્રનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને 5 લાખથી વધુનો દારૂ હોવાથી તપાસ નાયબ પોલીસ વડાને સોંપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.