નડિયાદ: હાલમાં જગત જનનીની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે. જેમાં સૌ કોઈ મા શક્તિની આરાધનામાં જોડાયા છે. ત્યારે નડિયાદ ખાતે ક્રિકેટર અક્ષર પટેલે પણ માતાજીની આરતી ઉતારી મા જગદંબાની આરાધના કરી હતી.
નડિયાદ ખાતે આયોજીત નવદુર્ગા નવરાત્રિ મહોત્સવમાં ક્રિકેટર અક્ષર પટેલ સાથે ક્રિકેટર રિપલ પટેલે પણ આરતી ઉતારી માતાજીની આરાધના કરી હતી. સાથે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ તેમજ નવરાત્રિ મહોત્સવના આયોજકો સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી: આરતીમાં બોલાવવા બદલ આયોજકોનો આભાર માનતા અક્ષર પટેલે જણાવ્યું હતુ કે,'વર્ષોથી નવરાત્રિ મને લાગે છે કે દિવાળીની જેમ જ ઉજવાય છે. નડિયાદના લોકો બધા જ રાત્રે શાંતિથી ગરબા કરવા આવે છે. બધા શાંતિથી ગરબાનો આનંદ માણે નડિયાદના લોકોને એવી મારી શુભેચ્છાઓ છે.'

12 હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા: નડિયાદના રાધે ફાર્મ ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં 6,000 થી વધુ જોનારની બેઠક વ્યવસ્થા તથા 12,000 થી વધુ ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં રમી શકે તે પ્રકારની પૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથે વિશાળ સંખ્યામાં હાઈજેનિક ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરાયેલ છે. સરકારી ધારાધોરણ મુજબ સીસીટીવી કેમેરા, ફાયર સેફટી, મેડિકલ ઈમરજન્સીની સુવિધા તથા જેમણે પણ રજીસ્ટ્રેશન કરાયેલું છે. તેમની ગ્રુપ પોલીસી ઇન્સ્યોરન્સના રૂપે લેવામાં આવેલી છે.
આ પણ વાંચો: