ETV Bharat / state

અમદાવાદમાં ધ શેરીઅફેર ગરબામાં બજરંગદળ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો, DYSPએ કહ્યું... - Navratri 2024 - NAVRATRI 2024

ગતરોજ ‘The Sheriaffair’ના ગરબામાં બજરંગદળ અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. Navratri 2024

ધ શેરીઅફેર ગરબામાં બજરંગદળ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે DYSPનો ખુલાસો
ધ શેરીઅફેર ગરબામાં બજરંગદળ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે DYSPનો ખુલાસો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 4:21 PM IST

અમદાવાદ: ગતરોજ 'The Sheriaffair' નામના ગરબામાં બજરંગદળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગરબાના સિકયુરિટી બાઉન્સરો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસ દ્વારા મામલો શાંત કરવાના પ્રયાસ છતાં પરિણામ ન મળતા છેવટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

20 થી 25 લોકોનું ટોળું આવ્યું: ગાંધીનગર Dy.SP દિવ્યપ્રકાશ ગોહિલ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'ગતરોજ સરઘાસણ પાસે ઠાકર ફાર્મમાં 'The Sheriaffair' નામના પ્રાઇવેટ ગરબામાં સફેદ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં લોકો સફેદ કપડાંમાં ગરબા રમવા માટે આવ્યા હતા. આ દરમિયાન 20 થી 25 લોકોનું ટોળું આવી પોતે બજરંગદળના કાર્યકર્તાઓ હોવાની આઇડેન્ટિટી આપી કોઈપણ પાસ વગર અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ સ્થાનિક સિક્યુરિટીને ખસેડીને અંદર ગેટ સુધી આવી ગયા હતા. ગેટ પર અમારી જે 2-4 પોલીસ હતી તેમના દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને પૂછ્યું હતું કે, તમે કયાં કામથી આવ્યા છો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે બજરંગ દળના છીએ અને કોઈ વિધર્મી અહી ઘુસી ગયું હોય તો અમારે તેમને તિલક કરવા છે.'

ધ શેરીઅફેર ગરબામાં બજરંગદળ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે DYSPનો ખુલાસો (Etv Bharat Gujarat)

પોલીસ દ્વારા પહેલા સહકાર આપવામાં આવ્યો: વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, પહેલા પોલીસ દ્વારા તેમને સહકાર પણ આપવામાં આવ્યો કે તમારે તિલક કરવા હોય તો 2-3 વ્યક્તિઓ અંદર જઈ શકે છે અને પોલીસ પણ સાથે આવશે. અને જો તેવું જણાશે કે આવા કોઈ લોકો અંદર ઘૂસ્યા છે તો અને તેમને બહાર પણ નીકાળી લઈશું, પરંતુ ગેટ પર અમારી 2-3 પોલીસ મોજુદ હતી અને તેમનું 20 થી 25 લોકોનું ટોળું હોવાથી તેઓ તાબે થયા નહિ અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.

ખસવાનું કહેતા પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા હતા: વધુમાં તેઓ જણાવે છે કે, પોલીસ દ્વારા જ્યારે તેમને ખસી જવાનું કહ્યું ત્યારે વધુ ઉગ્ર રીતે ઘર્ષણમાં આવ્યા અને કેટલાક લોકો ગેટની દિવાલ પર પણ ચડી ગયા હતા. ત્યાં ચડીને વિડિયોગ્રાફિ કરવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે જે હોય એ અમે જોઈ લઈશું. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને દિવાલ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

ધ શેરીઅફેર ગરબામાં બજરંગદળ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે DYSPનો ખુલાસો
ધ શેરીઅફેર ગરબામાં બજરંગદળ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે DYSPનો ખુલાસો (Etv Bharat Gujarat)

CCTV ની તપાસ ચાલુ છે, ફરિયાદ નોંધાઈ નથી: વધુમાં DYSP દિવ્યપ્રકાશ ગોહિલ જણાવે છે કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. હાલ CCTVની તપાસ ચાલુ છે ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં આપનું ધ્યાન દોરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. શૌર્યનું પ્રતિક "તલવાર રાસ " : રાજકોટ રણજીત વિલાસ પેલેસમાં150 ક્ષત્રિયાણીઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા - Navratri 2024
  2. અહીં ગરબાએ બચાવ્યું 3 હજારથી વધુ લોકોનું જીવન, કેન્સર વોરિયર્સ માટે એક પહેલ, જાણો - NAVRATRI 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.