જામનગર: જિલ્લામાં પ્રાંત કચેરી ખાતે નગર સેવિકા રચના નંદાણીયાની આગેવાનીમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અતિવૃષ્ટિમાં જે લોકોના ઘરોને નુકસાન થયું છે.
તેમણે ફોર્મ ભર્યા હોવા છતાં સહાય ન ચૂકવતા અસરગ્રસ્તોએ SDM કચેરીએ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પીડિતોનો તંત્ર પર ગંભીર આક્ષેપ: પીડિતોએ એવો આક્ષેપ કર્યો છે કે, તેઓ લાઇનોમાં ઉભા રહીને ભરેલા ફોર્મ સરકારી તંત્રએ ખોઇ નાખ્યા છે. વંચિત અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે નહી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આ લોકોએ આપી હતી. ત્યારે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, અસરગ્રસ્તોના કેટલાક ફોર્મમાં નામ અને બેન્ક એકાઉન્ટની વિસંગતતા હોવાથી સહાયથી વંચિત લોકોના ફોર્મમાં સુધારો કરીને સહાય ચૂકવવામાં આવશે.
પીડિતોએ આંદોલનની ચિમકી આપી: SDM નગરસેવિકાએ પ્રાંત ઓફિસમાં ધરણા કરીને જ્યા સુધી અતિવૃષ્ટિગ્રસ્ત લોકોને સહાય આપવામાં નહી આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારી હતી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો: