નવસારી: સગીર વયે પ્રેમમાં પડી પોતાની જિંદગી બરબાદ કરનાર માટે એક સબક રૂપ કિસ્સો ખેરગામમાં પ્રકાશમાં આવ્યો છે. પ્રેમીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી. સગીરાના સાત મહિના પહેલા ભગાડી ગયો હતો. શરૂઆતમાં બધું ઠીકઠાક ચાલ્યું હતું. પરંતુ પ્રેમી યુવાનનો અસલી ચહેરો સામે આવી જતાં સગીર પ્રેમિકા પ્રેમીના ઘરેથી ફરી પિયર આવી ગઈ હતી. પ્રેમિકાના ઘરે પાછી તો લઈ આવ્યો પરંતુ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
"તારીખ 25 મી સપ્ટેમ્બરે ખેરગામ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને હત્યાનો ગુનો દાખલ થયો હતો. જેમાં સગીર વહીની યુવતીને આરોપી રસિક પટેલ એ લગ્નની લાલચ આપી અને પ્રેમ સંબંધ રાખ્યો હતો. જેમાં યુવતી થોડા સમય બાદ સાથે રહેવાનું ના પાડતા આરોપીએ જબરજસ્તી પોતાની મોટરસાયકલ પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો. વાયર જેવી વસ્તુથી એનું ગળું દબાવી હત્યા કરી હતી. અનુસંધાને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે"-- એન પી ગોહિલ ( DYSP નવસારી)
પહેલેથી જ વાત ખટકતી હતી: પ્રેમીના મનમાં પહેલેથી જ વાત ખટકતી હતી કે તે પાછી કેમ ગઈ? તે દરમિયાન સગીરા રસોઈ બનાવતી હતી, એ વેળા પ્રેમીએ પાછળથી આવીને સગીર પ્રેમિકાના ગળાના ભાગે ધાતુનો તાર વીંટાળી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દરમિયાન પ્રેમિકાને ખાટલા ઉપર સૂવડાવી ચાદર ઓઢાડીને ત્યાંથી જતો રહ્યો હતો. એ બાદ સગીરાના પિતાને જાણ થઈ હતી કે તેની પુત્રી હવે આ દુનિયામાં રહી નથી. અને પુત્રીએ આત્મહત્યા કરી લીધી હોવાની પોલીસને જાણ કરી હતી.
પ્રથમ દ્રષ્ટિએ આ કેસ આત્મહત્યાનો લાગતો હતો: પોસ્ટમોર્ટમ તપાસ કરતા સામે આવ્યું કે, " ગળાના ભાગે ઇજાના નિશાન જણાતાં પોલીસની શંકા દ્રઢ બની હતી કે આ આત્મહત્યા નથી, પરંતુ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું છે. પોલીસે પરિવાર પાસેથી સમગ્ર માહિતી મેળવી ત્યારે શંકાની સીધી સોય પ્રેમી તરફ જતી હતી. દરમિયાન પ્રેમીની તલાશ કરતા તે ગાયબ જણાયો હતો. ત્યાર બાદ પોલીસે તેને દબોચી લીધો હતો, આરોપીએ બાદમાં પોલીસ સામે ગુનાની કબૂલાત કરી લીધી હતી.