નવસારીઃ આદિવાસી પરંપરા જળવાઈ રહે તથા તેમની અસ્મિતા જળવાઈ રહે તે માટે વર્ષ 1994 માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જેને આજે 28 વર્ષ પુરા થયા છે. આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સંસ્કૃતિની (World Tribal Day 2022)અસ્મિતા તથા સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે નવસારીના વાંસદાના કુકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત પહેરવેશ અને સાંસ્કૃતિક વાજીંત્રોના(Tribal culture) તાલે આદિવાસી નૃત્ય સાથે એક મોટી રેલી કાઢી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તથા સમાજના આગેવાનોની આગેવાનીમાં ખૂબ ઉત્સાહભેર વાસદાના મુખ્ય માર્ગો પરથી આદિવાસી નૃત્ય કરતા કરતા ગાંધી મેદાને પહોંચ્યા હતા.
પરંમપરા ગત રીતે રેલી - આ રેલીમાં આદિવાસીઓની( World Tribal Day in Navsari)રોજિંદા ઉપયોગમાં લેવાતા સાધનો ખેત ખેડવાના હળ, ઓજારો, વાજિંત્ર, હથિયારો સહિત મહિલાઓ અને પુરુષો પરમપરાગત વસ્ત્રો, આભૂષણો પહેરી રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેઓની સાથેનો ટેબલો પણ લોકોને આકર્ષિત કરી રહ્યો હતો આદિવાસીઓ હંમેશા પ્રકૃતિની પૂજા કરતા હોય તે આજની પેઢી પોતાની સંસ્કૃતિને સમજે અને હંમેશા એનું જતન કરે એવી આશા કરી હતી.
આ પણ વાંચોઃ વીડિયો : ધારાસભ્યએ લીધો આદિવાસી રાસનો લહાવો
વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા - વાંસદા ખાતે રાજયકક્ષાના પ્રધાન કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી મહિલાઓ અને પુરુષો દ્વારા આદિવાસી પરંપરાગત પહેરવેશ અને સાંસ્કૃતિક વાજિંત્રોના તાલે આદિવાસી નૃત્યએ વાજિંત્રોના તાલે ગેરીયા નૃત્ય એ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ શાળમાં ઉતકર્ષ દેખાવ કરતા બાળકોને સન્માનવામાં આવ્યા હતા. સાથે જ આદિવાસી સમાજના વિવિધ જ્ઞાતિના આગેવાનોને પણ સન્માનવામાં આવ્યા હતા. તો સરકારની વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાન કીર્તિસિંહ વાઘેલાએ ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓ માટે કરેલા કામોની વાતો કરી હતી સાથેજ ભૂતપૂર્વ સરકારે આદિવાસીના ઉત્થાન માટે કોઈ કામગીરી કરી ન હતી તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ આદિવાસી વિસ્તારને લઈને સરકારની મોટી જાહેરાત, મળશે આ મોટા લાભ
સરકારના પ્રોજેક્ટને રદ કરવાનો હુંકાર કર્યો - આદિવાસી રેલી ગાંધી મેદાનમાં પહોંચી ત્યાં પરંપરાગત રીતે પોતાની સંસ્કૃતિના અનુસાર પંચ તત્વોનું પૂજન કરી સભાનો પ્રારંભ કર્યો હતો. આદિવાસીઓના મુખ્ય પ્રશ્નો પર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા નવા 30 પ્રોજેક્ટ જે શરૂ થનાર થનારા છે તે પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય અનંત પટેલ મંચ પરથી પોતાના ભાષણમાં ભારત માલા પ્રોજેક્ટ સફારી પાર્ક, વેદાંતા, પાર- તાપી- રિવર લીંક જેવા સરકારના મોટા પ્રોજેક્ટમાં સરકાર આદિવાસીઓની જળ જમીન જંગલ પ્રોજેક્ટ લાવી તેઓની જમીન લૂંટી રહી છે એવા આક્ષેપો કર્યા હતા, અને ભોળી વાડી આદિવાસી જનતા વહેલી તકે જાગૃત થાય અને સૌ સંગઠિત થઈ આ સરકારના પ્રોજેક્ટને રદ કરવાનો હુંકાર કર્યો હતો.