ETV Bharat / state

Navsari Crime : વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ, કામ કરતા કર્મીએ જ કંપનીમાં હાથ ફેરો કર્યો

નવસારી પોલીસે ખાનગી કંપનીના ટાવરોના વાયરો ચોરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તાંબુ, મોબાઇલ ફોન અને સ્વીફ્ટ ડિઝાયર કાર મળી કુલ 4,34,991 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નોંધાયેલા ત્રણ ગુના ઉકેલ્યા છે.

Navsari Crime : વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ, કામ કરતા કર્મીએ જ કંપનીમાં હાથ ફેર્યો કર્યો

author img

By

Published : Mar 16, 2023, 10:51 AM IST

નવસારી પોલીસે મોબાઈલ ટાવરોના મોંઘા વાયર ચોરતા ચોરોને ઝડપી પાડ્યા

નવસારી : વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ સર્જાયો છે. એક ખાનગી કંપનીના ટેકનિશિયન, હેલ્પર તરીકે જોડાયેલા કર્મચારીઓએ જ ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે કંપનીમાં હાથ ફેરો કર્યો છે. નવસારી જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક માટે ઘણા ટાવરો ઉભા કરવામાં આવ્યા છે. આ નેટવર્ક મોબાઇલ ટાવરોની દેખરેખ માટે એમના મેન્ટેનન્સ હોય કે અન્ય કોઈપણ સમાધાન માટે ખાનગી કંપનીઓ દ્વારા સુપરવાઇઝરની સાથે ટેકનિશિયન અને હેલ્પર પણ ફરજ પર રાખવામાં આવતા છે.

તાંબાના કિંમતી વાયરો: તેમને સતત ટાવરોનું મોનિટરિંગ અને મેન્ટેનન્સની જવાબદારી આપવામાં આવી છે. આ ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે દોઢ વર્ષથી ફરજ બજાવતા નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ગામના વૃંદાવન સોસાયટીમાં રહેતા રાજેશ લાડ અને તેની સાથે કામ કરતા ચીખલીના સાદકપુર ગામનો 30 વર્ષે કલ્પેશ પટેલ હેલ્પર તરીકે એક વર્ષથી જોડાયો હતો. ટેકનિશિયન રાજેશ લાડને મોબાઈલ ટાવર પર તાંબાના કિંમતી વાયરો જોઈ લાલચ જાગી હતી. કારણ કે, આ વાયરોને બજારમાં વેચવાથી તેની ઘણી કિંમત આવતી હોય છે.

ક્યાં ક્યાં ગામમાં હાથ ફેરો : તેથી શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે તેણે પોતાના સાથી હેલ્પર કલ્પેશ સાથે મળી ગ્રામ્ય વિસ્તારો જેવા કે, વાંઝણા, ચીખલી, સાદડ, વેલ ફડવેલ, રાનકુવા ટાંકલ, ખારેલ, ખડસુપા, દેગામ, બામણવેલ, ખૂંધ, સમરોલી જેવા વિસ્તારોમાં ઉભા કરાયેલા મોબાઈલ ટાવરોમાં રવિવારના રોજ કોઈ ટેકનિકલી સમસ્યાના થાય તે પ્રમાણે વાયરો માંથી વધારાના 100થી 150 મીટર વાયરની ચોરી કરતા હતા. આ વાયરોમાંથી તાંબુ અલગ કરીને ચીખલીમાં આવેલા એક વેપારીને વેચાણથી આપી દેતા હતા.

કેવી રીતે માલ વેચતા : વેપારીઓને તેઓ દ્વારા એવું કહેવામાં આવતું હતું કે, આ વાયરો કંપની દ્વારા જ અમને વેચવા માટે સૂચના મળી છે. તેવું કહી વેપારીને વિશ્વાસમાં લઈ તેઓને સમગ્ર ચોરીનો માલ વેચતા હતા. ચોરી થયાના થોડા દિવસો બાદ પોતે રાજેશ દ્વારા સુપરવાઇઝરને ફરિયાદ કરવામાં આવતી હતી. તેથી સુપરવાઇઝર દ્વારા સમગ્ર વાયર ચોરી બાબતે પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. ગણદેવી અને નવસારી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં પણ સતત મોબાઈલ ટાવરમાં થઈ રહેલી વાયરોની ચોરીની ફરિયાદો ઉઠતા જિલ્લા પોલીસ એક્ટિવ બની હતી.

આરોપીને પકડવા કવાયત : જેને લઈને નવસારી એલસીબી પોલીસે બાતમીદારોના નેટવર્ક તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે આ વાયર ચોરીના આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી હતી. ચીખલી ચાર રસ્તા નજીક પોલીસને બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન રાજેશ લાડ અને કલ્પેશ પટેલને ઝડપી પાડ્યા હતા. જે કારમાં તેઓ સવાર હતા. તે જ કારમાં ચોરીના તાંબાના વાયર પણ હતા. જેથી પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી સઘન પૂછતાછ કરતા તેમણે કંપનીના જ મોબાઈલ ટાવરોમાંથી તાંબાના વાયર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : Surat Crime : લાખોની ચોરી કરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો વિદ્યાર્થી, મદદ કરનાર માતા પિતાની ધરપકડ

4.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ : ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 1.24 લાખના તાંબાના વાયર ત્રણ લાખની કાર અને 10,000ના મોબાઈલ મળી કુલ 4.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ આ ચોરીમાં સામેલ એવા ભાવેશ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી છે. ચીખલી ગણદેવી તેમજ નવસારી ગ્રામ્ય મળી ત્રણ પોલીસ સ્ટેશનના ગુના પણ ઉકેલ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ

પોલીસ તપાસ : સમગ્ર મામલે Dysp એસ.કે. રાય જણાવ્યું હતું કે, ખાનગી મોબાઇલના ટાવરો પરથી વાયર ચોરીના જિલ્લામાં અલગ અલગ બનાવો બનતા પોલીસે સતર્ક બની હતી. તેથી નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ચીખલી વિસ્તારમાં ચોરીનો માલ વેચવા નીકળેલા રાજેલાડ અને કલ્પેશ પટેલને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેઓના એક સાથી ભાવેશ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ચીખલી અને ગણદેવી પોલીસને સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.