નવસારી રાજસ્થાનના જાલોરમાં અનુસૂચિત સમાજના વિદ્યાર્થીના મૃત્યુના (Rajasthan student murder case) પ્રકરણમાં નવસારી અનુસૂચિત સમાજે કલેકટરને આવેદન આપ્યું હતું. નવસારીમાં વસતા અનુસૂચિત સમાજ જે અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદના સંસ્થાની આગેવાનીમાં નવસારીમાં વસતા અનુસૂચિત સમાજે રાજસ્થાનના ઝલોરમાં સવર્ણ શિક્ષક દ્વારા અનુસૂચિત વિદ્યાર્થીને 9 વર્ષીય ઇન્દ્ર મેઘવાળને પાણી પીવાના સામાન્ય મુદ્દે ઢોર માર મારતાં (Navsari scheduled society) વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો શાં માટે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના પૂતળા કરાયું દહન
સમગ્ર ઘટનાને વખોડી આ સમગ્ર મામલે સવર્ણ શિક્ષકને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે અનુસૂચિત સમાજે અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદ નામની સંસ્થાની આગેવાનીમાં જિલ્લા કલેકટરને 50થી વધુ અનુસૂચિત સમાજના આગેવાનોએ ભેગા થઈને આ સમગ્ર ઘટનાને વખોડી હતી. તેમજ મનુવાદી માનસિકતા ભારત માંથી દૂર થાય તેવી માંગ આવેદનમાં કરવામાં આવી હતી. અનુસૂચિત આગેવાનોએ કલેક્ટર કચેરી પરિસરમાં જય ભીમના નારા સાથે આ સમગ્ર ઘટનાને વખોડી હતી.
આ પણ વાંચો Unemployed Youth Demand Death : કોણે માગી લીધી ઇચ્છા મૃત્યુની પરવાનગી?
જાતિની માનસિકતા સખત શબ્દોમાં અનુસૂચિત સમાજ પ્રત્યે સવર્ણ જાતિની જે માનસિકતા છે. તે દૂર થાય તેવી માંગ આવેદન આપી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. છતાં પણ દેશમાંથી જાતિવાદની માનસિકતા દૂર થવાનું નામ લેતું નથી. જેને કારણે અનુસૂચિત સમાજ હજી પણ આભડછેટ અનુભવે છે. જેને લઈને રાજસ્થાનના જાલોરમાં બનેલી ઘટનાને લઈને વસારી અનુસૂચિત સમાજે કલેકટરને આવેદન આપ્યું હતું.Rajasthan student murder case Navsari scheduled society Rajasthan murder case scheduled society collector Application letter murders case in india.