- તરૂણીએ યુવાન વિધર્મી હોવાનું જાણતા જ પ્રેમસંબંધ તોડ્યો, પણ વિધર્મીએ ચપ્પુની અણીએ સંબંધ રાખ્યો
- ગભરાયેલી તરૂણીએ પ્રેમ રાખ્યો, તો વિધર્મીએ તેના જ ઘરમાં આચાર્યુ વારંવાર દુષ્કર્મ
- પીડિતાના માતા-પિતાને પણ મારી નાંખવાની ધમકી આપતા નોંધાઈ પોલીસ ફરિયાદ
નવસારી: ખેરગામના એક વેપારી પરિવારની 14 વર્ષીય દીકરીને ખેરગામના વિધર્મી યુવાન હુસેન વોહરાએ ગત જાન્યુઆરી મહિનામાં એક ગેરેજ પાસે અટકાવી, તેની સાથે ફ્રેન્ડશીપ કરી હતી. ત્યારબાદ તરૂણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તરૂણી ઓનલાઇન અભ્યાસ (The teenager studies online) કરતી હોવાથી મોબાઈલ તેની પાસે જ રહેતો હતો. દરમિયાન હુસેને સોશિયલ મીડિયા સાઇટ (Social media site) પર તરૂણીને મેસેજ કરતા આઈ એમ હુસૈન વોહરા નામ જોતાં જ તરૂણીએ તેની સાથેનો સંબંધ અટકાવી દેવા કહ્યું હતુ. પરંતુ માથાભારે હુસેને તરૂણીને ચપ્પુ બતાવી તેની સાથે પ્રેમ સંબંધ ન રાખે તો તેને અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી તરૂણીએ તેની સાથે સંબંધ રાખ્યો હતો, પરંતુ પ્રેમનો લાભ લઇ તરૂણી જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેના જ ઘરમાં જઈને હુસેન તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. દરમિયાન તરૂણી અને હુસૈન વચ્ચેનો સંબંધ તેના માતા-પિતાને ખબર પડી જતા તેમણે તરૂણીનું ઘરની બહાર નીકળવું અને મોબાઈલ આપવાનું બંધ કરી દીધુ હતુ.
આરોપી હુસેન વોહરાની ધરપકડ કરી
પરંતુ માથાભારે હુસેને ગત 20 નવેમ્બરના રોજ તેના ઘરે પહોંચી ચપ્પુ બતાવી તરૂણીના માતા-પિતાને ' તે મારી જ છે અને મારી જ રહેશે, હું એની સાથે લગ્ન કરવાનો છું અને આમ નહીં થાય તો બધાને મારી નાખીશ 'તેવી ધમકી આપી હતી. જેથી પીડિતાના પિતાએ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી હુસેન વોહરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: નવસારીઃ વિધવા મહિલાને ભોળવી દુષ્કર્મ આચરનારા પાખંડી તાંત્રિકની ધરપકડ
ઘટના સમાજ અને દીકરીના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
ગુજરાતમાં લવ જેહાદની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. સમાજમાં ધર્મ વિશેષના યુવાનો દ્વારા દીકરીઓને ફોસલાવી કે ધમકાવીને તેમની સાથે દુષ્કર્મ કર્યાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે ખેરગામની તરૂણીને ધમકાવી, પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના સમાજ અને દીકરીના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
આ પણ વાંચો: સંબંધો લજવાયા: ખેરગામમાં ત્રણ પિતરાઈ ભાઈઓએ બહેન સાથે આચર્યુ સામુહિક દુષ્કર્મ