નવસારીઃ રાજ્યમાં વધતા જતા વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરોના ચક્રમાં ફસાઈને બરબાદ થતા પરિવારો માટે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરોના ત્રાસ ને નાથવા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મુહીમ ચલાવવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં પણ વધતા જતા વ્યાજખોરોના ત્રાસને લઈને અનેક પરિવારો મોટા વ્યાજના ચક્રમાં ફસાઈને બરબાદીના કાગાર પર ઉભા છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા લોક દરબાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પણ વાંચોઃ Makar Sankranti in Gujarat: મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત
જાગૃતિ અભિયાનઃ જિલ્લા પોલીસવાળા દ્વારા નવસારી જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજે રૂપિયા ધિરનાર સામે અભિયાન અંતર્ગત જે લોકો મોટા વ્યાજના ચક્રમાં ફસાયા છે. એ લોકોને વ્યાજના દૂષણ માંથી બહાર કાઢવા અને ગેરકાયદેસર વ્યાજના ચક્રમાં ભેરવાતા લોકોને માટે માર્ગદર્શન પૂરું પાડી અને વ્યાજ ચક્રમાં ભોગ બનનાર લોકો કોઈપણ જાતનો ડર કે ગભરાટ રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરી શકે તે હેતુથી પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રશ્નોની ચર્ચાઃ જિલ્લા લીડ બેંક મેનેજર અને જિલ્લા રજીસ્ટ્રાર ખાસ આ લોક દરબારમાં ઉપસ્થિત રહી લોકોને યોગ્ય અત્યાર માર્ગદર્શન આપ્યું હતું. આ લોક દરબારમાં ગેરકાયદેસર વ્યાજના ચક્કરમાં ભેરવાયેલા પીડિતો હાજર રહ્યા હતા તમામ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કરતા પોલીસ દ્વારા એના નિરાકરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવસારી જિલ્લામાં પોલીસ સ્ટેશન કક્ષાએ 10 જેટલા લોક દરબારના કાર્યકમો યોજવામાં આવ્યા છે. 33 જેટલી ફરિયાદ ગેરકાયદેસર નાણાધિરનાર વ્યક્તિઓ સામે કરવામાં આવી છે જેમાં 11જેટલા ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કાળો જાદુ કરતી પુત્રવધુ સામે ફરિયાદ લેવા પોલીસ તૈયાર ન થતાં સાસુએ કોર્ટમાં કરી અરજી, આખરે નોંધાઈ ફરિયાદ
સંપર્ક કરવા અપીલઃ ભોગ બનનાર વ્યક્તિઓ માટે પોલીસ નો સીધો સંપર્ક કરી શકે તે માટે એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે જેમાં કંટ્રોલરૂમનો મોબાઈલ નંબર લેન્ડલાઈન નંબર અને અધિકારીઓના નંબર આપવામાં આવ્યા છે જેમાં ભોગ બનનાર વ્યક્તિ સીધો સંપર્ક કરી શકશે. બીજી તરફ જિલ્લા પોલીસવાડાએ જણાવ્યું હતું કે ભોગ બનેલા વ્યક્તિ કોઈ પણ ભઈ કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર પોલીસ નો સંપર્ક કરે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને ડામવા અને નાબૂદ કરવા માટે લોકો આગળ આવી પોલીસ નો સંપર્ક કરે.