નવસારીઃ નવસારીના અરવિંદભાઈ પાઠક પાસે ઇસ 1638ની સાલનું લગભગ 300 વર્ષ જૂનું પૌરાણિક રામાયણ છે. જેવો તેને પોતાના પર દાદાના સમયથી સાચવતા આવ્યા છે અને તેની વિશેષ કાળજી લઈ રહ્યા છે. નવસારીના કસ્બાપાર વાડી ફળિયામાં રેહતાં અરવિંદભાઈ પાઠક કર્મ કાંડી બ્રાહ્મણ છે જેઓના પરદાદા નાનજી ભાઈ રણછોડજીભાઈ પાઠક વર્ષો અગાઉ કર્મકાંડ અને સંસ્કૃતના શિક્ષણ માટે કાશી ગયા હતા ત્યારે તેઓના પરદાદાને આ રામાયણ ત્યાં ભેટ સ્વરૂપે મળ્યું હતું.
આ પણ વાંચોઃ ઉમાધામ ગાઠીલાના નવા પ્રમુખની કરાઈ વરણી, કોણ બન્યા નવા પ્રમુખ
300 વર્ષ જુની રામાયણઃ જેથી દર શ્રાવણ માસમાં તેઓના ઘરે રામાયણ વાંચવામાં આવતું હતું. જે સિલસિલો અરવિંદભાઈ પાઠકના પિતાશ્રી સુધી ચાલતો આવ્યો, પરંતુ તેઓના પિતાશ્રી નું નિધન થતાં ઘણા વર્ષો પછી અરવિંદભાઈ પાઠકને પોતાના પરદાદાના સામાનમાંથી આ રામાયણ ગ્રંથ મળી આવ્યો હતો. સામાન્ય રીતે પહેલા એમને આ રામાયણ છે એવો અંદાજો હતો પરંતુ આ અતિ દુર્લભ રામાયણ છે જે તેમને રામાયણને ખોલીને સંપૂર્ણ અભ્યાસ કર્યો ત્યાર બાદ માલુમ પડ્યું આ રામાયણ ઇસ 1638 ના પ્રિન્ટિંગનું છે અને આને લગભગ 300 વર્ષ થયા છે.
વિશેષ કાગળ માંથી બનાવેલ રામાયણઃ એવું જાણ પડતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે, આટલા લાંબા સમય સુધી આ પુસ્તક કઈ રીતે ટકી શકે તેથી તેમણે આ રામાયણનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારે તેઓને ખબર પડી કે આ કોઈ સામાન્ય કાગળ માંથી બનાવેલું રામાયણ નથી આ કોઈ ઝાડના છાલને વિશેષ રીતે પ્રોસેસ કરી તૈયાર કરવામાં આવેલા કાગળ પર અંકિત કરાયેલું છે, જે આટલા વર્ષો બાદ પણ આના તમામ પાનાઓ સહિત અકબંધ છે.
રામાયણની વિશેષતાઓઃ 300 વર્ષ જૂની આ રામાયણની વિશેષતાઓ પર નજર કરવામાં આવે તો ઈસ 1638 થી સાલમાં આ રામાયણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે આ પુસ્તક પર વાંચી શકાય છે 1210 પાનાનું આ તુલસીદાસ રચિત રામાયણ ની આવૃત્તિ બંબૈયા બાડી ટાઇપમાં છપાયું હોવાનું અનુમાન છે અને તેની કિંમત પાંચ રૂપિયા તેના પર અંકિત કરેલી છે આ રામાયણ મૂળ સંસ્કૃત અને હિન્દી ભાષામાં લખાયેલું છે અને કુલ 1210 પાના નું આ પુસ્તક છે. જેનું પ્રિન્ટિંગ પણ તે જ સમયના વિશેષ પ્રકારના કાગળની ક્વોલિટી પર કરવામાં આવ્યું છે.
શું છે પૌરાણિક રામાયણમાંઃ જે આજના કાગળો કરતા કંઇક વિશેષ છે. આ પૌરાણિક રામાયણમાં રામાયણના મહત્વ સહિત તુલસીદાસજીનું જીવન ચરિત્ર, રામ જન્મ કુંડળી, રામાયણજી ની આરતી, સુલોચના સતી, અહીરાવણ વધ, વગેરે નો સમાવેશ કરી વર્ણન કરવામાં આવ્યું છે આમા રામાયણ કાળના અમુક પ્રસંગોનું રંગીન ચિત્રો વડે વર્ણન કરવામાં આવ્યું છે, જે ઘણું ઉમદા છે અને આજે પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
આ પણ વાંચોઃ Valsad News: ધરમપુરમાં 8 કરોડના ખર્ચે બનેલ બ્રિજનું નાણાપ્રધાને કર્યું લોકાર્પણ, 9 ગામોને થશે ફાયદો
સંસ્કૃત અને હિન્દી ભાષામાં લખાયુંઃ આ રામાયણ સંસ્કૃત અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું છે. જેના અક્ષરો દૂરથી પણ સ્પષ્ટપણે વાંચી શકાય તેવા છે 1210 પાનાનું આ રામાયણ વજનમાં ખૂબ જ ઓછું છે સહેલાઈથી ઉપાડી શકાય છે 300 વર્ષ નો સમયગાળો વિતવા છતાં પણ આના કાગળો સહી સલામત છે અને કોઈપણ જાતની ઉધય કે જીવાત પણ લાગી નથી અને પાનાઓ ને કોઈ પણ નુકસાન થયું નથી તેથી આ રામાયણના કાગળોની ગુણવત્તા ઘણી ઉમદા હોય તેવું માલુમ પડે છે હાલ તો અરવિંદભાઈ પાઠક આ રામાયણને પોતાના જીવથી પણ વધારે સાચવીને રાખી રહ્યા છે અને તેની કાળજી લઈ રહ્યા છે.
પૌરાણિક રામાયણના દર્શનઃ વર્ષ 2017માં જ્યારે પૂજ્ય મોરારીબાપુ સુરત પધાર્યા હતા ત્યારે અરવિંદભાઈ પાઠકે પૂજ્ય બાપુની મુલાકાત લઈ તેમને આ પૌરાણિક રામાયણ બતાવ્યું હતું. જેના મોરારીબાપુએ દર્શન કરી તેના ઉપર પોતાના હસ્તાક્ષર પણ કર્યા હતા અને બાપુ દ્વારા આ ઘણું પૌરાણિક છે તેવું કહેવામાં આવ્યું હતું. અરવિંદભાઈ પાઠકના આ 300 વર્ષ જૂના રામાયણ ની જેમ જેમ લોકોને જાણ થતી જાય છે તેમ લોકો અરવિંદભાઈ ના ઘરે દુર દુરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે અને આ પૌરાણિક રામાયણના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
રામની જન્મ કુંડળીનો સમાવેશઃ પૌરાણિક રામાયણ ગ્રંથ વિશે વાત કરતા અરવિંદભાઈ પાઠકે જણાવ્યું હતું કે, 1638 ની સાલમાં પ્રકાશિત થયેલ છે જે ૩૦૦ વર્ષ જૂનો છે જેને ઝાડની છાલ ને પ્રોસેસ કરીને બનાવેલા કાગળ પર અંકિત કરાયેલું છે એવું માલુમ પડે છે જેમાં વિશેષ પ્રભુજી રામની જન્મ કુંડળીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે 2017માં પૂજ્ય મુરારી બાપુ એ પણ આ પૌરાણિક રામાયણના દર્શન કરી તેના ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા હતા અને આ ઘણુ પૌરાણિક છે એવું કહ્યું હતું.