નવસારી: વિજલપુર નગરપાલિકાના લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન પરેશ ભારતીય સાથે ચીફ ઓફિસર વસાવાએ તકરાર કરી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પાલિકાનું શાંતિભર્યું વાતાવરણ ડહોળાયું હતું. અસભ્ય વર્તન કરતા રોષે ભરાયેલા 20 જેટલા નગરસેવકોએ લોકોના ટોળાં સાથે પાલિકા ખાતે હલ્લાબોલ કર્યું હતું.
રાજીનામું આપે એવી માંગ:નવસારી વિજલપોર નગરપાલિકા વોર્ડ નંબર 11 માંથી ચૂંટાયેલા અને પાલિકાના લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન પરેશ ભારતીય સાથે નવસારી નગરપાલિકા વિવાદિત ચીફ ઓફિસર જેયુ વસાવાએ ગેરવર્તન કરી હતી. વેજલપુર અને જલાલપુર વિભાગના 20 જેટલા નગરસેવકોએ આ મુદ્દે એ વિભાગના આગેવાનો સાથે અને કાર્યકરો સાથે પાલિકા ખાતે જઈ અને ચીફ ઓફિસર નગરસેવકની માફી માંગે અથવા રાજીનામું આપે એવી માંગ કરી હતી.
ઓફિસર માફી માંગે: વેજલપુર અને જલાલપુર વિસ્તારના નગરસેવકો અને આગેવાનોએ પોતાના વિસ્તારના કોઈપણ જાતના કામ પાલિકા દ્વારા કરવામાં ન આવતા હોવાની ફરિયાદ પણ કરી હતી. નગર સેવક કે ચેરમેનોની કોઈપણ વાત ફરિયાદ કે રજૂઆત પાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર સહિતના જવાબદાર લોકો ધ્યાને ન લેતા હોવાની રજૂઆત પણ કરી હતી. ગેરહાજર રહેલા ચીફ ઓફિસર બાબતે આગેવાનોએ જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર માફી માંગે નહીં તો રાજીનામું આપે. આ બાબતે ચીફ ઓફિસર દ્વારા ઉપરોક્ત માંગણી સંદર્ભે કોઈ પણ જાતનો અમલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કડક પગલાં ભરવાની પણ હાજર આગેવાનોએ ચીમકી આપી હતી.
"આ સમસ્યાને લઈને ચીફ ઓફિસર રજૂઆત કરવા માટે અમે ગયા હતા આ રજૂઆત કરતા ચીફ ઓફિસરે તમે મને કહેવાવાળા કોણ અને ઓફિસમાંથી બહાર નીકળો આવા શબ્દો ઉચ્ચાર્યા વિવાદ વકર્યો હતો. બીજી તરફ નગરસેવકો અને ચેરમેનોની કોઈપણ વાત ફરિયાદ કે રજૂઆત પાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર સહિતના જવાબદાર લોકો ધ્યાને લેતા નથી. આ બાબતે કોઈપણ ફોન પર પણ ચર્ચા કરવામાં આવે તો અમારો ફોન પણ ઉપાડવામાં આવતો નથી. તેથી ચીફ ઓફિસર અમારી માફી માંગે"--પરેશ ભારતી (નવસારી વિજલપોર નગરપાલિકા ચેરમેન લાઈટ કમિટી)
કાર્યવાહી કરવામાં આવશે: નવસારી નગરપાલિકા ચીફ ઓફિસર જે.યુ.વસાવા માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટ ચેરમેન નિલેશ ભારતી અમારી પાસે કર્મચારીઓની ભરતી અને બદલી બાબતે રજૂઆત લઈને આવ્યા હતા. તેથી મારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચર્ચા વિચારણા કરીને નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એમના કેટલાક પ્રશ્નો અને કાયદાકીય બાબત તેઓને ગેરસમજ હતી. તે દૂર કરવામાં આવી છે.
- Navsari crime news: ચોરી કરી નાસી જનાર ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાંનો નવસારી ટાઉન પોલીસે કબજો મેળવ્યો
- Navsari News : ગોટલું નાનું અને માવો વધુ, નવસારીના ખેડૂતે સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું વાવતેર કરીને કમાણી
- Navsari News : ફાર્મ હાઉસમાં મ્યુઝિક સાથે દારૂની નાઈટ પાર્ટી પોલીસે ચાલવા ન દીધી, છ નબીરાઓની ધરપકડ