નવસારી : લોકસભાના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને ચોમાસા સામે સુરક્ષા કવચ પૂરું પાડતા સાધન વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં કલેકટરની ગ્રાન્ટના 25 લાખ અને રાજ્ય સરકારમાંથી પાંચ હોળી સાથે લાઈવ જેકેટને લાઈટ વાળી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડતા મુશળધાર વરસાદને કારણે નવસારી જિલ્લામાં રેલની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જેને કારણે ગણદેવી તાલુકાના ગામડાઓ ડૂબી જતાં હોય છે. ગત ચોમાસામાં રેલના પાણીએ ઘરો ડુબાડી દીધા હતા અને સ્થાનિકોના જીવ સામે ખતરો ઉભો થયો હતો. જેની બચાવ કામગીરીને લઇને ત્રણ જેટલા હેલિકોપ્ટરો દ્વારા સ્થાનિકોને હેમખેમ બચાવી લીધા હતા.
ગત ચોમાસામાં ગણદેવી વિસ્તારમાં જે પુરના પાણી આવ્યા હતા. તેનાથી લોકોનું જીવન જોખમમાં મુકાયું હતું. તેને ધ્યાનમાં લઈને આગોતરું આયોજન કરી ગણદેવી વિસ્તારમાં આપત્કાલીન સમયે સહાય માટે પાંચ જેટલી મોટર બોટ અને વિવિધ પ્રકારના બચાવ કામગીરીના સાધનો, કીટો જેની કિંમત 1,00,000 થાય છે. તેવી કીટ અમે 65 ગામોમાં વિતરણ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં બીજી 300 જેટલી કીટ બચાવ રાહત સામગ્રીઓ અને બીજી પાંચ બોટો પણ વિતરણ કરવામાં આવશે. - સી.આર. પાટીલ (પ્રદેશ પ્રમુખ ભાજપ ગુજરાત)
65થી વધુ ગામોને પુરની અસર : જે સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર હોળી અને અન્ય સામગ્રીઓ આપીને આગોતરું આયોજન કર્યું છે. તેમજ નવસારીના સાંસદે પણ પોતાની ગ્રાન્ટમાંથી પુરને પહોંચી વળવા નાણાં આપવાની ખાતરી આપી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગણદેવી તાલુકાના 65થી વધુ ગામોને પૂરની અસર થાય છે. જેમાં પૂર સામગ્રીની તાતી જરૂરિયાતને સાંસદે ધ્યાનમાં લઇ અને આજે એનું વિતરણ કર્યું હતું. જે આગામી સમયમાં પૂર સામે ગણદેવી તાલુકાના ગામોમાં આવતા પાણી સામે રક્ષણ કરશે.