નવસારીઃ જિલ્લામાં જલાલપોર તાલુકાના વાસી ગામમાં સરપંચ પદ માટે રસાકસી (A tussle for the post of Sarpanch in Vasi village) જોવા મળી હતી. મંગળવારે મત ગણતરી દરમિયાન સરપંચ પદના બંને ઉમેદવારોના મત એક સરખા રહેતા ટાઈ પડી હતી. આખરે ચિઠ્ઠી ઉછાળીને સરપંચની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે આ ચૂંટણીમાં ભરત પટેલને નસીબે (Selection of new Sarpanch in Wasi village) સાથ આપતા તેઓ સરપંચ બન્યા હતા. જોકે, સમગ્ર મામલે એક મત ખોવાયો હોવાનું જાણતા વિરોધી ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી.
એક રાશિના બે ઉમેદવારો છતાં ભરત પટેલનું નસીબ કરી ગયું જોર
જિલ્લાની 269 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર (Navsari Gram Panchayat Election Result 2021) થયું છે, જેમાં જલાલપોર તાલુકાની 36 ગ્રામ પંચાયતોમાંથી 30 ગ્રામ પંચાયતોમાં સરપંચનું પરિણામ જાહેર થયું હતું. આમાં જલાલપોરના દરિયાકાંઠે વસેલા વાસી ગામના સરપંચની મત ગણતરી રસાકસી ભરી રહી હતી.
બંને ઉમેદવારોનું પલડું ભારે જ રહ્યું
વાસીમાં સરપંચ પદ માટે ભારતીબેન પટેલ સામે ભરત પટેલ ચૂંટણી વચ્ચે ટક્કર હતી, જેમાં બંને ઉમેદવારોનું પલડું ભારી (Selection of new Sarpanch in Wasi village) જણાયું હતું અને અંતે બંને ઉમેદવારોને 176-176 મળતા ટાઈ થઈ હતી. આથી રિટર્નિંગ ઓફિસર દ્વારા 2 ચિઠ્ઠી બનાવી ઉછાળવામાં આવી હતી, જેમાં બંને ઉમેદવારો એક જ રાશિના હોવા છતાં ભરત પટેલનું નસીબ જોર કરી ગયું હતું અને જીત તેમના ફાળે આવી હતી.
મત ગણતરીમાં એક મત ખોવાતા ચુંટણી અધિકારીને ફરિયાદ
વાસી ગ્રામ પંચાયતની સરપંચની મતગણતરી (Counting of votes for Gram Panchayat elections in Navsari) થયા બાદ ભારતીબેને હાર જોવી પડી હતી. જોકે, બાદમાં સરપંચને મળેલા મતોની સંખ્યા ચૂંટણી સમયે 367 હતી અને જ્યારે મત ગણતરી થાય ત્યારે 366 મત નીકળ્યા હતા. એટલે એક મત ખોવાઈ જવાનું ધ્યાને આવ્યું હતું.
આ પણ વાંચો- Gram Panchayat Election Result 2021:લો બોલો સોજીત્રાના ધારાસભ્ય તારાપુરના બન્યા સરપંચ
એક મત ખોવાતા પરિણામ બદલાયું હોવાનો આક્ષેપ
આથી ભારતીબેન અને તેમના પેનલના સભ્યોએ સમર્થકો સાથે પરત મતગણતરી કેન્દ્ર પર આવી ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી, જેમાં એક મત ખોવાતા પરિણામ બદલાયું છે અને મત ગણતરી રૂમમાં સહી કર્યા પહેલા એક મત ખોવાયો હોવાની માહિતી રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવી નહતી. આથી મત ગણતરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, ચૂંટણી અધિકારી અને જલાલપોરના ઈન્ચાર્જ મામલતદાર અમિત દેખાઈએ ફરિયાદ સાંભળ્યા બાદ એક મત જે ખોવાયો હતો. તે મુદ્દે તેમને સમજાવ્યા હતા, પરંતુ મત કેવી રીતે ખોવાયો હોવાની જીદ પકડતાં ચૂંટણી અધિકારીએ લેખિતમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું.