ETV Bharat / state

Navsari News: ખેડૂતો કેસર-હાફૂસ બાદ સોનપરી કેરીના વાવેતર તરફ વળ્યા, જાણો કેરીની ખાસ વાત

કૃષિ વૈજ્ઞાનિકો એ કેરી ની નવી જાત વિકસાવી છે. જે કેરીનું નામ સોનપરી જે નામ જેવા ગુણો પણ ધરાવે છે. સોના જેવી કિંમતી અન્ય કેરીના સરખામણીમાં સૌથી મોંઘી કેરી બની છે. હાફૂસ અને બલેસાન કેરીના મિશ્રણમાંથી સોનપરી કેરી બનાવી ને ખેડૂતો માટે બદલાતા વાતાવરણમાં પણ અન્ય કેરીની સરખામણીમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન સાથે આર્થિક ફાયદા કરાવી રહી છે.

author img

By

Published : Jun 3, 2023, 10:39 AM IST

Updated : Jun 3, 2023, 11:38 AM IST

Navsari News: ખેડૂતો કેસર-હાફૂસ બાદ સોનપરી કેરીના વાવેતર તરફ વળ્યા, જાણો કેરીની ખાસ વાત
કેરી પકવતા નવસારી જિલ્લાના ખેડૂતો કેસર અને હાફૂસ બાદ સોનપરી કેરીના વાવેતર તરફ વળી સારી આવક મેળવી

નવસારી: કૃષિ વૈજ્ઞાનિકો એ કેરી ની નવી જાત વિકસાવી છે. જે કેરીનું નામ સોનપરી જે નામ જેવા ગુણો પણ ધરાવે છે. સોના જેવી કિંમતી અન્ય કેરીના સરખામણીમાં સૌથી મોંઘી કેરી બની છે. હાફૂસ અને બલેસાન કેરીના મિશ્રણમાંથી સોનપરી કેરી બનાવીને ખેડૂતો માટે બદલાતા વાતાવરણમાં પણ અન્ય કેરીની સરખામણીમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન સાથે આર્થિક ફાયદા કરાવી રહી છે. જેથી નવસારી જિલ્લાના ખેડૂતો સોનપરી કેરીના વાવેતર તરફ વળ્યા છે.

કેરીની બોલબાલા: ગત વર્ષોમાં હાફૂસ કેરીની બોલબાલા વધી હતી. જેમાં દક્ષિણ ગુજરાત માં હાફૂસ કેરી નંબર વન ગણાતી હતી. પરંતુ બદલાતા વાતવરણ સામે હાફૂસ માં જીવાત પડતા ખેડૂતો માટે માઠા સમચાર બન્યા હતા. સાથે કેરીનું ગુણવત્તા યુક્ત ઉત્પાદન પણ દિવસે દિવસે ઓછું થતાં ખેડૂતોને કેરીના યોગ્ય ભાવો પણ મળતા ન હતા. તેથી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા હાફૂસ પર પ્રયોગ કરતા કરતા હાફૂસ અને બલેસાન (બદામ) કેરી નું મિશ્રણ કરી ને સોનપરી કેરી વિકસાવી ને નવી ક્રાંતિ કરી છે.

લાભદાય નીવડી: કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સોનપરી આંબાની જાતનું સંશોધન 22 23 વર્ષ પહેલાં નવસારી કૃષિ યુનિવર્સિટીના પારડી તાલુકાના પરીયા સેન્ટર પરથી સંશોધન દ્વારા આ હાઇબ્રીડ જાત ને બહાર પાડવામાં આવી હતી. ખેડૂતો માટે ખાસ કરીને સોનપરી કેરીની જાત ખૂબ લાભદાઈ નીવડી છે. કારણ કે બદલાતા વાતાવરણની સામે આંબાની અન્ય જાતો કરતા સોનપરી ટકાઉ અને જીવાત રોગ સામે ઘણી પ્રતિકારક શક્તિ ધરાવે છે. સાથે તેનો નિયમિત ગુણવત્તા યુક્ત પાક પણ લઈ શકાય છે જે ખેડૂતો માટે ઘણું ફાયદાકારક છે. અત્યાર સુધી નવસારી જિલ્લામાં સોનપરી આંબાની 8000 થી વધુનું કલમનું વાવેતર થયું છે.

સોનપરીના ફળની ખાસિયત: હાફુસના ગુણધર્મો ધરાવતી આ જાત છે. જે હાફૂસ કરતા પણ સ્વાદમાં ઉત્તમ છે. જેના પલ્પની ક્વોલિટી પણ ઉત્તમ છે. કલર આછા પીળાશ અને સોનેરી કલર હોવાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. જેના ફ્રુટની સાઈઝ 400 થી 800 ગ્રામ જેટલી હોય છે.જેમાં માવાનું પ્રમાણ સૌથી વધુ છે. સોનપરી ના ફળ ની સ્કીન જાડી હોવાના કારણે તેની સેલ્ફ લાઈફ વધુ છે. ફ્રીઝમાં એક મહિના સુધી રાખવામાં આવતા પણ તેની ક્વોલિટી જળવાયેલી રહે છે. તેમજ કેરી પાક્યા બાદ પણ એક મહિના સુધી કેરીને સ્ટોર કરી શકાય છે. જે એક્સપોર્ટ કરવા માટે ઘણી લાભદાયી નીવડે છે.

સ્વાદ લાજવાબ: ખેડૂતોના જણાવ્યા મુજબ સોનપરી કેરીનો સ્વાદ અન્ય કેરીની સરખામણી એ લાજવાબ ગણી શકાય એટલેજ અન્ય કેરી ની સરખામણી એ સોનપરી કેરી ના એક મણ ના એડવાન્સ 3000થી 3500 રૂપિયા નો બજાર ભાવ મળે છે જેને ગ્રાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. સોનપરી કેરી ખેડૂતો ને સીધો અને મબલખ ફાયદો કરાવી રહી છે. જેને લઈને ખેડૂતો હવે સોનપરી કેરીના વાવેતર તરફ વળ્યા છે. કારણ કે બદલાતા વાતાવરણની સામે સોનપરી કેરી સારું ગુણવત્તા યુક્ત ઉત્પાદન અને સારો કેરીનો ભાવ ઉપજે છે. જે કૃષિ વૈજ્ઞાનિકો ના સંશોધન ને આભારી બની રહ્યો છે.

  1. Valsad News : એક ફૂટની હાથીની સૂંઢ જેવી ઝૂલતી કેરી, ધરમપુરની બજારમાં કેરી ધર્મ ભૂલી કે શું!
  2. Navsari News: કુલ 21 પ્રકારની કેરીની જાત વાવી મેળવી મોટી સફળતા, પાકિસ્તાન-ઈઝરાયેલની કેરી પણ હવે ઘર આંગણે
  3. Navsari News: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પ્રદર્શન અને પરીસંવાદ યોજવામાં આવ્યો

Last Updated : Jun 3, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.