નવસારી: વિજલપોરમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો જોલાછાબ ડોક્ટરને નવસારી એસોજીએ ઝડપી પાડ્યો છે. પોલીસે શંકર વિશ્વાસ પાસે મેડિકલ ડિગ્રી કે પ્રેક્ટિસ કરવાનું સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરી શંકર વિશ્વાસની ધરપકડ કરી પોલીસે 19617ની દવાનો જથ્થો કબજે કર્યો છે.
2 વિસ્તારમાં દવાખાનું: નવસારીના વેજલપુર શહેર ખાતે રામનગર 2 વિસ્તારમાં દવાખાનું ખોલી અને લોકોને સારવાર આપતો બોગસ ડોક્ટર નવસારી SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. બોગસ ડોક્ટરોને શોધી અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી કાનૂની પગલાં ભરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીને આધારે જલાલપુર તાલુકાના વેજલપુર ખાતે રામનગર 2 વિસ્તારમાં બોગસ દવાખાનું ચલાવી અને સારવાર આપતા મૂળ યાતપાડા વેસ્ટ બંગાળના અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ તેમજ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની કોઈપણ જાતની માન્યતા વિના પોતે ડોક્ટરનો હોદ્દો ધરાવે છે.
એસ ઓ જીની ટીમે ઝડપી પાડ્યો: લોકોને તબીબી સેવા અને સારવાર આપતા આરોપી ડોક્ટર શંકર કાનાઈ વિશ્વાસને નવસારી એસ ઓ જીની ટીમે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી ડોક્ટર શંકર કાનાઇ વિશ્વાસ વિજલપોરના રામ નગર ખાતે રહી અને દવાખાનું ચલાવતો હતો. એની પાસેથી પોલીસે ડોક્ટરીની સાધન સામગ્રી તથા દવાઓ અને માર્કશીટ તેમજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી કુલ રૂપિયા 19,617 નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી ડોક્ટરને જેલને હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નાયબ પોલીસ અધિક્ષક એસ.કે જણાવ્યું હતું કે આરોપી ડોક્ટર શંકર કાનાઈ વિશ્વાસ એ કોઈપણ જાતનું ગુજરાત મેડિકલ કાઉન્સિંગનું રજીસ્ટ્રેશન મેડિસિન તથા માર્કશીટ અને સર્ટિફિકેટઓ ખોટા બનાવી દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતા હતા જેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની અટક કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.