ETV Bharat / state

Watermelon Cultivation : રંગબેરંગી રસભરા મીઠા તરબૂચની સફળ ખેતીએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું

નવસારીના ચીજ ગામના યુવા ખેડૂતે રસભરા રંગબેરંગી તરબૂચની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે. રંગબેરંગી તરબૂચનું ઉત્પાદન સફળ બન્યા બાદ આવક સારી મેળવી રહ્યા છે. સમગ્ર પંથકમાં કલરફુલ તરબૂચ જોઈને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Watermelon Cultivation : રંગબેરંગી રસભરા મીઠા તરબૂચની સફળ ખેતીએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું
Watermelon Cultivation : રંગબેરંગી રસભરા મીઠા તરબૂચની સફળ ખેતીએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું
author img

By

Published : Apr 18, 2023, 10:12 PM IST

નવસારીના ચીજ ગામના યુવા ખેડૂતે રસભરા રંગબેરંગી તરબૂચની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો

નવસારી : જલાલપોર તાલુકાના ચીજ ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો છે. યુવા ખેડૂતે એવા ધર્મેશ પટેલે વિવિધ કલરના તરબુચનું સફળ વાવેતર કરીને સારી કમાણી કરી રહ્યા છે. એટલુ જ નહિ, આસપાસના ખેડૂતોને આ દિશામાં ખેતી કરવા માટે તેઓએ નવી રાહ ચીંધી છે. તેમણે પોતાના ખેતરમાં ઉગાડેલા પીળા કલરના તરબૂચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

રસભરા તરબુચ : ઉલ્લેખનીય છે કે, હાલ ઉનાળાના આગમનની સાથે બજારમાં મધુર તરબૂચની હાટો જોવા મળી રહી છે. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતા તરબૂચનું સેવન તમામ વયના લોકો માટે પસંદ રહે છે, ત્યારે નવસારીના ચીજ ગામના 44 વર્ષીય યુવા ખેડૂત ધર્મેશ પટેલે દેશી તરબૂચના સાથે રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ઉગાડીને આધુનિક ખેતીને અનોખી ધજા ફરકાવી છે. ધર્મેશ પટેલે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઉનાળુ સિઝનમાં રંગબેરંગી અને રસીલા રસભર તરબૂચનું વાવેતર તો કરી જ રહ્યા છે પણ સાથે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરીને જાતે વેચાણ કરી રહ્યા છે.

અંદરથી લાલ બહારથી પીળા : વિશેષ વાત એ છે કે, તેમણે ક્લથાણ ગામના ત્રણ એકર જમીનમાં તેમણે મલ્ચિંગ પદ્ધતિ, ટપક પદ્ધતિથી સિંચાઈ સુવિધા ઊભી કરી છે. જેથી ભર ઉનાળે સિંચાઈના પ્રશ્નનું કાયમી નિરાકરણ મળ્યું છે. અંદરથી લાલ અને બહારથી પીળા હોય એવી વિશાલા જાત, બહારથી લીલા દેખાતા અને અંદરથી પીળા હોય એવી આરોહી જાતના ઓછા બીજવાળા સ્વાદિષ્ટ તરબૂચની ખેતીનો પ્રયોગ છેલ્લા દસ વર્ષથી સતત કરતા આવ્યા છે. તેની સફળતાનો શ્રેય ધર્મેશ પટેલે નવસારી કૃષિ યુનીવર્સીટી અને આત્મા પ્રોજેક્ટ હેઠળ મળેલ તાલીમને આપ્યો છે.

યુવા ખેડુત
યુવા ખેડુત

સ્વાદમાં નવી વેરાયટી : ધર્મેશ પટેલે કહ્યું કે, વિશાલા, આરોહી વેરાયટીની વધુ માંગ છે. ખાસ કરીને મોટી હોટેલોમાં આ તરબૂચની વધુ માંગ રહે છે તેથી તે મોંઘા પણ છે. 20થી 30 પ્રતિ કિલોના ભાવે તરબુચ વેચાય છે જેનું વજન 4થી 5 કિલો રહે છે. સામાન્ય રીતે, હોટેલ-રેસ્ટોરન્ટમાં જોવા મળતા રંગીન તરબૂચ હવે કિફાયતી દરે ઉપલબ્ધ થતાં નવસારી અને દક્ષિણ ગુજરાતના લોકોને સ્વાદમાં નવી વેરાયટી મળશે.

આ પણ વાંચો : Junagadh News: યુવાન ખેડૂતે મધની ખેતી કરીને બન્યો આત્મનિર્ભર, મધનું કર્યું મબલખ ઉત્પાદન

રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો : તરબુચની ખેતીમાં મલ્ચીંગના કારણે જમીનમાં ભેજ અને પોષકતત્વો જરૂરિયાત પ્રમાણે જળવાઈ રહે છે. નિંદણનો પ્રશ્ન ઓછો રહે છે. જ્યારે પ્લાસ્ટિકના ગ્રો કવર દ્વારા પાકનું અનેક રીતે રક્ષણ થતા રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ગ્રો કવર ભીની માટી સાથેના ફળોનો સંપર્ક ટાળે છે. તેથી ફળોમાં થતી ઈજા અટકે છે. માખી સહિતની જીવાતો તથા અન્ય વાયરસથી રક્ષણની સાથે ઝાકળ, ભેજ અને કમોસમી વરસાદ જેવા વાતાવરણની પ્રતિકૂળ અસરની સામે પાકને રક્ષણ મળે છે.

અંદરથી લાલ અને બહારથી પીળા તરબૂચ
અંદરથી લાલ અને બહારથી પીળા તરબૂચ

આ પણ વાંચો : Gir Somnath News : ધીરજના ફળ મીઠા, 17 વર્ષ બાદ મળી સફળતા, ખેડૂતે કેરીની વચ્ચે કર્યું કાજુનું વાવેતર

દક્ષિણ ગુજરાતની નવી ઓળખ : હાલના સમયમાં પરંપરાગત ખેતીમાં બદલે ખેતીની હાઈટેક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તેના કારણે ખેતી સારી નફાકારક સાબિત થશે અને યુવા ખેડૂતોનો ખેતી પ્રત્યેનો મોહભંગ અટકશે. દક્ષિણ ગુજરાતના લોકોને રંગબેરંગી અને રસભરા તરબૂચના સ્વાદનું ઘેલું લાગ્યું છે, ત્યારે ધર્મેશ પટેલે જણાવે છે કે, એક્ઝોટિક વોટરમેલન તરીકે ઓળખાતા વિશાલા અને આરોહી તરબૂચ પાઈનેપલનો સ્વાદ આપે છે. આમ, ઓછા સમયગાળામાં સારો નફો આપતી મીઠા મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.