નવસારી: રાશનની દુકાનોમાં થતી કાળાબજારીને રોકવા હવે રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા વિભાગ (Department of Food and Supplies) દ્વારા ડિજિટલ માધ્યમથી કાળા બજારી રોકવાનો પ્રયાસ (Black marketing ) કરવામાં આવ્યો છે. આજે શનિવારના મુખ્યપ્રધાનએ મોબાઇલ એપ લોન્ચ કરી છે, જેની માહિતી શનિવારના રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ (National Consumer Protection Day) અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અન્ન અને પુરવઠા પ્રધાનએ આપી હતી. ગ્રાહકોને તોલમાપ અંગેની માહિતી આપવા પ્રદર્શન યોજયું હતું.
શનિવારના 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા' દિવસની કરવામાં આવી
નવસારીના બી.આર.ફાર્મમાં આજે શનિવારના 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા' દિવસની રાજ્યકક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કક્ષાના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ (Food and Supplies Minister Naresh Patel) અને તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વેપારીઓ ગ્રાહકોને કેવી રીતે છેતરે છે, તે દર્શાવતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકે એ વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને મોબાઈલ એપમાં જોડાશે
આ સમારોહમાં અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલએ ગુજરાત રાજ્યમાં કુપોષણ વધુ હોવાની વાત સ્વીકારી હતી. જેથી ગરીબોને મળતા અનાજમાં તેલની માત્રા વધારવા સાથે ચણાની દાળ પણ જોડાવા અંગે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ રાશનની દુકાનોમાં થતી કાળા બજારી રોકવા માટે રાજ્યના તમામ રાશન કાર્ડને મોબાઇલ એપથી જોડવામાં આવશે. આ મોબાઇલ એપના માધ્યમથી ગ્રાહકને કેટલો અનાજનો જથ્થો મળે છે એની સંપૂર્ણ વિગત મળી શકશે. આ ઉપરાંત કાર્ડમાં નામ ઉમેરવા-કાઢવા તેમજ ફરિયાદ પણ નોંધાવી શકે એવા પ્રકારાની સવલતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપનું લોન્ચીંગ આજે 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવશે તેવી માહિતી પણ પુરવઠા પ્રધાને આપી હતી.
આ પણ વાંચો:
Opium seized in Dahod: દાહોદ લોકલ ક્રાઇમ બ્રાચે ભથવાડા ટોલનાકા પરથી અફીણના પોષડોડાનો જથ્થો ઝડ્પયો
Robbery Case In Morbi: મોરબીના હળવદમાં દેવું વધી જતા આંગડીયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું રચ્યું તરકટ