નવસારી : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચેતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગણી કરતા રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ચેતર વસાવાના નિવેદનને લઈને વાસદા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું હતું કે, નિવેદન આવનાર રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઇલેક્શનને લઈને આદિવાસી વોટબેંક ઊભી કરવા માટેના પ્રયાસ ચેતર વસાવા દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. તેથી આ માત્ર ઇલેક્શન સમયે વોટબેંક ઉભી કરવાના નુસખા છે.
આ પણ વાંચો : Navsari News : લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર મજબૂતાઈથી લડવાના AAPનું માળખું
બંધારણીય હકોના આધારે : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચેતર વસાવાના મોટા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના યુવાન ધારાસભ્ય ચેતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગણી કરી છે. ત્યારે મળતી માહિતી અનુસાર ચેતર વસાવા અલગ અલગ આદિવાસી વિસ્તારો અને આદિવાસી સમાજના નેતાઓ સાથે રૂબરૂ મુલાકાત કરશે અને અલગ ભીલ પ્રદેશનું નિર્માણ થાય તે દિશામાં કામ કરશે. કારણ કે, આદિવાસી સમાજને જે બંધારણીય હકોના આધારે અલગ ભીલ પ્રદેશ મળવો જોઈએ તેવું ચેતર વસાવા હાલ કહી રહ્યા છે.
આ પણ વાંચો : વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે AAPનો અવાજ, સરકાર પર કર્યા આકરા પ્રહાર
વોટબેંક ઊભી કરવા માટે : તો બીજી તરફ આદિવાસી યુવા નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ચેતર વસાવાના આ નિવેદનને રાજકીય રોટલો શેકવા માટેનું ગણાવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ જે ભીલ પ્રદેશની માંગણી કરી છે એ આવનાર રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઇલેક્શનમાં આદિવાસી સમાજની વોટબેંક ઊભી કરવા માટે તેઓએ આ નિવેદન આપ્યું છે એવું મને લાગી રહ્યું છે. ગુજરાતમાં આદિવાસી પ્રજાની પરિસ્થિતિ ઘણી કપરી છે અને આદિવાસી સમાજના અનેક પ્રશ્નો પણ ઉકેલ્યા છે. જે ગુજરાત સરકારમાં રજૂ કરવામાં આવ્યા છે અને વર્ષોથી જસ ના તસ પડ્યા છે. તેથી તે પ્રશ્નોને હલ કરવાની દિશામાં કામ કરવું જોઈએ તેવી વાત અનંત પટેલ દ્વારા કરવામાં આવી હતી.