ETV Bharat / state

નવસારીમાં ચૂંટણી આવતાં જ રાજકીય પક્ષઓના મેળાવડા શરૂ, કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય પક્ષોએ કાર્યકર્તાઓને રિચાર્જ કરવા મેળાવડા શરૂ કર્યા છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન થાય છે, પરંતુ નાગરિકો ભુલ કરે, તો તરત જ દંડ વસૂલવામાં આવે છે.

નવસારીમાં ચૂંટણી આવતાં જ રાજકીય પક્ષઓના મેળાવડા શ

author img

By

Published : Jan 19, 2021, 3:07 PM IST

Updated : Jan 19, 2021, 4:29 PM IST

  • ભાજપના પેજ પ્રમુખોના કાર્ડ વિતરણમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
  • પદાધિકારીના અભિવાદનમાં પણ મોઢે માસ્ક નહીં
  • સામાન્ય નાગરીકો ભુલ કરે, તો દંડ સાથે કાયદાકીય કાર્યવાહી..!
    નવસારીમાં ચૂંટણી આવતાં જ રાજકીય પક્ષઓના મેળાવડા શરૂ

નવસારી: સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય પક્ષોએ કાર્યકર્તાઓને રિચાર્જ કરવા મેળાવડા શરૂ કર્યા છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન થાય છે, પરંતુ નાગરિકો ભુલ કરે, તો તરત જ દંડ વસૂલવામાં આવે છે. નવસારી જિલ્લામાં પણ ભાજપના નેતાઓ જાણે કોરોના વેક્સિન લીધી હોય એમ પેજ પ્રમુખોના કાર્ડ સાથે અભિવાદન સમારોહ યોજી રહ્યા છે. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નવસારીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીમાં ચૂંટણી આવતાં જ રાજકીય પક્ષઓના મેળાવડા શ
નવસારીમાં ચૂંટણી આવતાં જ રાજકીય પક્ષઓના મેળાવડા શ

ચૂંટણી લક્ષી કાર્યક્રમોમાં ભેગી કરાઈ છે ભીડ

કોરોના મહામારી જાહેર થયા બાદ ભારત સરકારે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માર્ગદર્શિકા જાહેર કરી નિયમો પણ કડક બનાવ્યા છે. નિયમોનું પાલન ન થાય તો નાગરિકોને દંડ કરવા સાથે તેમની સામે ગુનો પણ નોંધવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે, જેને લઇને રાજકીય પક્ષોએ લોકોની વચ્ચે જવા પોતાના કાર્યકર્તાઓને રિચાર્જ કરવા માંડ્યા છે. જેમાં ભાજપે પેજ કમિટીઓ બનાવીને તેના પ્રમુખોને આઈ-કાર્ડ આપવાના શરૂ કર્યા છે. જેના વિતરણ માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએને ભેગા કરવામાં આવે છે. આ સાથે જ નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન પણ કરાય છે. જેમાં ભેગી થતી ભીડને તંત્ર આંખ આડા કાન કરી જાય છે. આવા કાર્યક્રમોમાં કાર્યકર્તાઓ મોઢે માસ્ક પણ નથી રાખતા, સામાજિક અંતર તો જળવાતું જ નથી. ઘણા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થામાં પણ અંતર નથી રહેતું. જે કોરોનાની ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન હોય છે, પરંતુ સત્તા આગળ તંત્ર પણ પાંગળુ સાબિત થાય છે.!

પ્રદેશ પ્રમુખે જ 500-500નો કાર્યક્રમ કરવા આપ્યા હતા આદેશ!

નવસારીમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પેજ કમિટીને ભ્રમાસ્ત્ર ગણાવ્યુ હતુ. જેની સાથે જ પેજ પ્રમુખને ભાજપનો આઈ-કાર્ડ આપવામાં આવ્યા છે. જેને કાર્યકર્તાઓને આપવા માટે પણ પ્રદેશ પ્રમુખે જમણવાર સાથેનો કાર્યક્રમ યોજવા ધારાસભ્યોને આદેશ કર્યા હતા. જેમાં બૂથ અનુસાર એક દિવસમાં 500-500 કાર્યકર્તાઓને બોલાવીને પેજ પ્રમુખોને કાર્ડ આપવાના કાર્યક્રમો યોજવા અને કાર્યકર્તાઓને દાળ-ભાત, લાપસીનું જમણ કરાવીને કાર્યકર્તાઓની કેર કરવાની વાત કરી હતી. આ સાથે જ ધારાસભ્ય વ્યવસ્થા ન કરે, તો તેને બદલવાની પણ હસતા મોઢે ચીમકી આપી હતી.

કોંગ્રેસ પણ ગામડે ગામડે રાત્રી સભાઓ કરી રહી છે

ભાજપ દ્વારા પેજ પ્રમુખોના કાર્યક્રમો થઈ રહ્યા છે, તો કોંગ્રેસ પણ તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકો પર રાત્રી સભા કરી રહી છે. જેમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જ ગ્રામિણ ભેગા થતા હોય છે.

રાજકીય પક્ષોના કાર્યક્રમોને લઈ લોકોમાં રોષ

રાજકીય પક્ષોના ચૂંટણી લક્ષી કાર્યક્રમોના ફોટો કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. જેને જોઈને લોકોમાં રોષની લાગણી જોવા મળે છે, ખાસ કરીને મોઢે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા સરકારી નિયમો નાગરિકો માટે રાજકીય પક્ષો માટે નહીંની વાત પણ ચર્ચામાં રહી છે.

Last Updated : Jan 19, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.